<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીનો જન્‍મ દિવસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૩: જિલ્લા ભાજપ પ્રમુખ અને પોરબંદર-છાયા નગરપાલિકાના પૂર્વપ્રમુખ ડો. ચેતનાબેન તિવારીનો આજે તા. ૧૩/૧૨ ના રોજ જન્‍મ દિવસ છે. તેઓ હોમિયોપેથી કાઉન્‍સિલ અમદાવાદ ખાતે એમ.ડી. ડોક્‍ટર, એલએલ.બી. અભ્‍યાસ કર્યો છે. માસ્‍ટર ઓફ સોશ્‍યલ વર્કમાં પણ કામ કર્યું છે. વર્ષ ૨૦૦૫થી નગરપાલિકામાં સેવા આપે છે. તેમણે નગરપાલિકા સ્‍ટેન્‍ડીંગ કમિટિના ચેર - પર્સન તરીકે વર્ષ ૨૦૧૫માં જવાબદારી સંભાળી હતી. તે સીવાય એજ્‍યુકેશન કમિટિના ચેર પર્સન તરીકે પણ સેવા આપી રહ્યાં હતાં. બે દાયકા લાંબી રાજકીય કારકીર્દિ દરમિયાન અનેક લોકોને પોતાના જ્ઞાનનો લાભ આપ્‍યો છે. બાળપણથી જ લિડરશીપના ગુણો ધરાવતાં ડો. ચેતનાબેન તિવારી પ્રાથિમક સ્‍કૂલમાં ડિસ્‍ટીક્‍શન સાથે કેરિયર ઉપરાંત અભ્‍યાસની વિવિધ પ્રવળત્તિઓમાં સક્રિય રીતે ભાગ લીધો છે.

જુવેનાઇલ જસ્‍ટિસ બોર્ડ cwc માં મેમ્‍બર રહી સિંગલ પેરેન્‍ટ બાળકો ચિલ્‍ડ્રન હોમ ફોર બોયઝ સાંદિપની ખાતે ૩ વર્ષ સેવા આપેલ ઉપરાંત મહિલાઓમાં સતત જાગળતિ ફેલાવવાના પ્રયાસો કર્યા છે. પોરબંદરમાં મહિલા સશક્‍તિકરણનો ઉત્તમ ઉદાહરણ એટલે પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી છે. તેઓ કસ્‍તુરબા મહિલા મંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી ચૂકયા છે. ઉપરાંત જનરલ મેડિકલ પ્રેક્‍ટીસ એસોસીએશનમાં પણ પ્રમુખ પદે રહી ચૂકયા છે. અનેક વિધ સેવાપ્રવળત્તિ કરતી વૈશ્વિક સંસ્‍થા લાયોનેસ ક્‍લબમાં પણ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકયા છે. માનવતા પરિવાર પોરબંદરના સ્‍થાપક પ્રમુખ તથા ૩૦૦થી વધુ મહિલા સભ્‍ય ધરાવતી બહેનોની સંસ્‍થા સખી ક્‍લબ ઓફ પોરબંદરના સ્‍થાપક પ્રમુખ તરીકે આબકારી બોર્ડમાં પણ તેઓની કામગીરી પ્રસંશનીય રહી છે. મહિલા અને બાળ આયોગમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. ૨૦૦૦ જેટલી વિધવા બહેનોને દર મહિને રાશન અને આર્થિક સહાય આપતી સંસ્‍થા બી.એલ. જોષી ટ્રસ્‍ટના તેઓ શુભેચ્‍છક સભ્‍ય છે. અનેકવિધ સામાજીક, રાજકીય અને સેવાકીય પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી નારી ઉત્‍કર્ષ માટે સતત સક્રિય રહે છે. આકસ્‍મીક પરિસ્‍થિતીમાં જાતે સીટી બસ ચલાવી પેસેન્‍જરોની જાન બચાવનાર પાલિકા પ્રમુખની બહાદુરીની નોંધ લઈ રાષ્‍ટ્રીય મહિલા આયોગ દ્વારા દિલ્‍હી ખાતે સન્‍માન કરાયું હતું. જેમાં પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીને આઉટ સ્‍ટેન્‍ડીંગ વૂમનનો એવોર્ડ એનાયત કરાયો હતો. તેમના જન્‍મદિવસ નિમિત્તે પોરબંદરવાસીઓ તેમના મોબાઇલ નં.૯૮૭૯૩ ૦૩૮૦૧ પર શુભેચ્‍છાનો વરસાદ વરસાવી રહ્યાં છે.

(10:20 AM IST)