તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Monday, 15th December 2025
રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઇ ચાવડાનો જન્મદિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા. ૧પ :. સૌરાષ્ટ્ર આહીર સમાજ ના અગ્રણી અને રાજકોટ જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ નાગદાનભાઇ ચાવડા નો જન્મદિવસ છે.
નાગદાનભાઇ ચાવડા રાજકોટ તાલુકા ભાજપ ના પૂર્વપ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ પૂર્વ મહામંત્રી હાલ આહીર સમાજ કન્યા છાત્રાલય પરાપીપળીયા ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે ભૂતકાળ માં રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમ્યાન ઓપન કારોબારી સમિતિની બેઠક બોલાવી સમગ્ર ગુજરાત માં એક દાખલો જેની નોંધ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સમગ્ર ગુજરાત માં રાજકોટ જિલ્લા પંચાયત જે ઓપન કારોબારી બેઠક થઇ તેવી આખાય ગુજરાત માં થાય તેવી હાકલ કરવામાં આવી હતી અને નાગદાનભાઇ ચાવડા ની કામગીરી ની નોંધ લીધી હતી. ભૂતકાળ માં રાજકોટ લોકસભા અને વિધાનસભા અને સૌરાષ્ટ્ર ચુંટણી માં ઇન્ચાર્જ તરીકે સફળ કામગીરી કરી ભાજપ ને જીતાડવામાં સિંહફાળો રહ્યો છે. નાગદાનભાઇ ચાવડાનો એક પ્રજા સેવક તરીકે નાના માં નાના માં લોકો અને નાના માં નાના કાર્યકર સીધો સમન્વય જે પણ પ્રશ્નો હોય તે તાત્કાલિક નિરાકરણ માટે તત્પર રહે છે. નાગદાનભાઇ ચાવડા ને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણી, પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટ લોકસભા ના સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ચૂંટણી જીતાડવામાં સિંહ ફાળો રહ્યો છે તેમજ નાગદાનભાઇ એક રાજકીય આગેવાન હોવાની સાથે મોટા શિવ ભક્ત છે તેમને રાજકીય અગ્રણીઓ પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો સમાજ શ્રેષ્ઠીઓ તેમજ મિત્ર વર્તુળ જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી રહેલ છે. મો. ૯૮૨૫૨૯૩૨૫૮
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
