<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

દિવના નિવૃત આચાર્ય-લેખક રમેશભાઇ રાવળનો જન્‍મદિન

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણઃ તા.૧૬: ગીર-સાવઝના સાથી-ભગવાનશ્રી પરશુરામના પરમ ભકત અને દીવ દર્શન સહિત અનેકો પુસ્‍તકો લખનાર દીવના વયમર્યાદા નિવૃત આચાર્ય એવા રમેશભાઇ રાવળનો આજે ૧૬ડીસેમ્‍બરે જન્‍મદિવસ છે. તેઓનો તા.૧૬-૧૨-૧૯૪૯ના રોજ સુરેન્‍દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકાના  કોડ ગામે જન્‍મ થયો હતો.આજના જન્‍મદિવસે તેઓ પોતા હસ્‍તકના તમામ પુસ્‍તકોનું તેમના વજનની પુસ્‍તક તુલા કરી દીવ ખાતે શ્રીકૃષ્‍ણપ્રણામી લાયબ્રેરીને અર્પણ કરશે તેઓએ ‘‘દીવદર્શન'' ‘‘સિંહ ચાલીસા'' ‘‘નર્મદા પરિક્રમા'' સહિત અનેક પુસ્‍તકો લખ્‍યા છે. વ્‍યાખ્‍યાનો, ટીવીટેકો આપેલ છે. (મો. ૯૮૨૫૯ ૯૬૨૫૪) 

(1:35 PM IST)