<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ભારત વિકાસ પરિષદના ટ્રસ્‍ટી નીતિનભાઇ મહેતાનો જન્‍મદિવસ

 

રાજકોટ : ભારત વિકાસ પરિષદના ટ્રસ્‍ટી નીતિનભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ છે. તેઓ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વયંસેવક છે. વ્‍યવસાયે તેઓ બીલ્‍ડર તેમજ અંકુર રેફ્રિજરેશનના પ્રોપરાઇટર છે. રાજકોટ નાગરિક સહકારી બેન્‍ક શાખા સમિતિ અન સહકાર ભારતી રાજકોટ શહેર કારોબારી સભ્‍ય તરીકે સવા આપી રહ્યા છે. જૈન વિઝનમાં તેઓ ટ્રસ્‍ટી છે. ૩૧૬ ટેનામેન્‍ટ ધરાવતી વિશાળ રવિ રેસીડેન્‍સીમાં તેઓ પ્રમુખ પદે ફરજ બજાવી ચૂકયા છે. સતકાર્ય સેવા સમિતિમાં માનદમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, એનીમલ હેલ્‍પલાઇન, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના કાર્યમાં પણ સેવા આપી રહ્યા છે. ૬૩ વખત રકતદાન કરી સેવા કાર્ય દિપાવી રહ્યા છે. નીતિનભાઇ મહેતાને તેમના સેવા મો. ૯રર૭ર૧ર૦૪પ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(1:35 PM IST)