<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

લેખક-પત્રકાર-તંત્રી જવલંત છાયાનો જન્‍મદિન

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા.૧૭: સોૈરાષ્‍ટ્ર-ગુજરાતના જાણીતા પત્રકાર- લેખક અને ‘‘ફુલછાબ''ના તંત્રી જવલંત છાયાનો આજે તા.૧૭ ડીસેમ્‍બરે જન્‍મદિવસ છે.

તા.૧૭-૧૨-૧૯૭૪ના રોજ રાજકોટ ખાતે તેઓનો જન્‍મ થયો છે. ફેબ્રુઆરી ૧૯૯૬થી પત્રકારત્‍વમાં છે. સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટી બી.કોમ, માસ્‍ટર ઓફ જર્નાલીઝમ- માસ કોમ્‍યુનીકેશન કરી રાજકોટના વિવિધ અખબારોમાં મહત્‍વનું રીપોર્ટીંગ કરી ચૂકેલા છે. તેઓએ ‘‘સંવાદ'' નામનું પુસ્‍તક પ્રકાશિત કરેલ છે. ‘‘આહ જીંદગી''માં અનેક લેખો લખેલા છે. પરિચય ટ્રસ્‍ટની પુસ્‍તીકામાં તેઓએ ‘‘હેમુ ગઢવી'' પરિચય પુસ્‍તિકા લખેલ છે. તેઓ ‘‘ચિત્રલેખા'' મેગેઝીનના સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના બ્‍યુરો ચીફ રહી ચુકેલા છે. આકાશવાણીના માન્‍ય કેઝયુઅલ એનાઉન્‍સર છે. રાધનપુરની ઐતિહાસીક ચૂંટણી, અડવાણીની સોમનાથ રથયાત્રા સહિત મહત્‍વના પ્રસંગો અને ઇન્‍ટરવ્‍યુઓનું તેમણે કવરેજ કરેલ છે. પત્રકારત્‍વ દરમ્‍યાન જવલંત છાયાએ ૨૦૦થી પણ વધુ એકસકલુઝીવ ઇન્‍ટરવ્‍યુ લીધા છે. લેખક હોવા ઉપરાંત એ નીવડેલ વકતા છે. અને તેના વાર્તાલાપો દૂરદર્શન- આકાશવાણી ઉપર અનેકોવાર પ્રસારીત થતા રહે છે.

તાજેતરમાં જ તેમને હરિન્‍દ્ર દવે એવોર્ડ તેમની સાહિત્‍યક શ્રેષ્‍ઠ પ્રદાન- સેવાઓ બદલ મળેલ છે. તેમના જન્‍મદિવસે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓની વરસાદ ૯૯૦૯૯ ૨૮૩૮૭ ઉપર થઇ રહયો છે

(3:22 PM IST)