<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

રાજુલાના પૂર્વ ધારાસભ્‍ય ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધ્‍યક્ષ અંબરીષભાઈ ડેરનો જન્‍મદિન

સેવા સાદગી અને સમપર્ણનો પર્યાય એટલે અંબરીષભાઇ ડેર

(સંજય ડાંગર દ્રારા) ધ્રોલઃ તા. ર૦, રાજકારણના ક્ષેત્રમાં સેવા અને સાદગીનો સમન્‍વય સાધીને લોકોના હૃદયમાં અનોખું સ્‍થાન પ્રાપ્ત કરનાર લોકપ્રિય નેતા, રાજુલાના પૂર્વ ધારાસભ્‍ય અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ કર્મચારી મહામંડળ સંઘના અધ્‍યક્ષ શ્રી અંબરીષભાઈ ડેરનો આજે જન્‍મદિવસ છે. અમરેલી જિલ્લામાં દરેક વર્ગ અને સમાજની સેવા માટે કાયમી તત્‍પર રહેતા અંબરીષભાઈના જન્‍મદિવસ નિમિત્તે આજે વહેલી સવારથી જ તેમના પર ચોતરફથી શુભેચ્‍છાઓનો ધોધ વહી રહ્યો છે.

અંબરીષભાઈ ડેર એટલે એક એવી પ્રતિભા જેમણે રાજકારણને માત્ર સત્તાનું સાધન નહીં પણ સેવાનું માધ્‍યમ બનાવ્‍યું છે. ખાસ કરીને રાજુલા પંથકના ગરીબ અને જરૂરતમંદ લોકો માટે આરોગ્‍યલક્ષી સેવાઓ પૂરી પાડીને તેમણે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું છે. તેમની કાર્યશૈલીમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે કે, ધારાસભ્‍ય તરીકેના કાર્યકાળ દરમિયાન પોતાને મળતું સરકારી ભથ્‍થું પણ તેઓ જરૂરતમંદ લોકોની સહાયમાં વાપરી નાખતા હતા. આ પ્રકારનો ત્‍યાગ અને સમર્પણ આજના સમયમાં ભાગ્‍યે જ જોવા મળે છે, જેના કારણે તેઓ માત્ર આહિર સમાજ જ નહીં પરંતુ દરેક જ્ઞાતિ અને ખાસ કરીને યુવાનોમાં અત્‍યંત લોકપ્રિય છે.

જમીન સાથે જોડાયેલા રહીને લોકોના સુખ-દુઃખમાં સહભાગી થનારા અંબરીષભાઈ ડેર કંઈક અલગ જ માટીના માણસ છે. શાળાના વિદ્યાર્થીઓના પ્રશ્‍નો હોય કે યુવાનોના રોજગારની વાત, તેઓ હંમેશા અગ્રેસર રહીને નવો ચીલો ચાતરતા રહ્યા છે. રાજકારણમાં અત્‍યંત સ્‍વચ્‍છ છબી ધરાવતા અંબરીષભાઈએ પોતાની મહેનત અને નિષ્ઠાથી માત્ર અમરેલી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્‍યમાં પોતાની એક અલગ અને મજબૂત ઓળખ ઉભી કરી છે.

આજે તેમના જન્‍મદિવસના અવસરે ગુજરાત મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓ, વિવિધ સંગઠનો, રાજકીય અગ્રણીઓ અને પ્રજાજનો તેમને દીર્ઘાયુ અને સ્‍વસ્‍થ જીવનની મંગલકામનાઓ પાઠવી રહ્યા છે. અમરેલીની ધરતી પર સેવાકીય સુવાસ પ્રસરાવનાર આ લોકસેવક પર આજે અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(1:07 PM IST)