News of Saturday, 20th December 2025
હર્ષદભાઇ મહેતાનો સોમવારે જન્મદિવસઃ સેવામય ઉજવણી
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટનાં પૂર્વપ્રમુખ

રાજકોટઃ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ નાં પૂર્વપ્રમુખ તથા જીવદયા પ્રેમી હર્ષદભાઈ મહેતા નો તારીખ ૨૨/૧૨/૨૫ ના જન્મદિવસ છે. જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ ના ૩૯ વર્ષનાં ઈતિહાસમાં હર્ષદભાઈ મહેતાને પ્રમુખપદ હેઠળ સતત ર વર્ષ ‘‘બેસ્ટ ગ્રુપ'' નો એવોર્ડ સોેરાષ્ટ્ર રીજીયનનાં મળેલ, તેમજ તેમનાં ર વર્ષનાં કાર્યકાળ દરમિયાન તેઓને ‘‘બેસ્ટ ઝોન કો-ઓર્ડીનેટર'' તથા અન્ય એવોર્ડ મળી ટોટલ ૧ર એવોર્ડ મળેલ, તેઓ શ્રી જનસેવા ટ્રસ્ટ તથા તેમજ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનમાં પણ વખતોવખત સેવાઓ આપે છે. દર મહીને ૧પ થી ર૦ અબોલ જીવોને કતલખાને થી છોડાવી પાંજરાપોળમાં મૂકે છે.
વ્હાલુડીના વિવાહનાં કાર્યક્રમમાં પણ તેઓ કમિટિ મેમ્બર્સ છે. તેમનાં જન્મદિવસ નિમિતે ઝુંપડપટીઓમાં ધાબળાનું વિતરણ વળધ્ધાશ્રમમાં પોષ્ટીક જમવાનું તથા ઝુંપડપટીઓમાં પણ જમણવાર ના આયોજનને લગતા સેવાનાં કાર્યો પણ કરવામાં આવી રહયા છે. તેમને (મો. નં.૯૮ર૪પ ૬૩પ૩૭) ઉપર અગાઉથી શુભેચ્છા મળી રહી છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
