તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 22nd December 2025
એડવોકેટ-લેખક સંજય મહેતાનો જન્મદિવસઃ પ૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : અમરેલી જિલ્લાના વડિયા દેવળીના વતની અને હાલ રાજકોટ ખાતે સિવિલ પ્રેકિટસ કરતા એડવોકેટ ,લેખક ,તેમજ વડિયા તાલુકા ,હોમગાર્ડ દળના યુનિટ કમાન્ડર રહી ચૂકેલા એવા સંજય પી. મહેતા ''જય''નો આજે જન્મદિવસ છે. તેઓ આજે ૫૪માં વર્ષમા પ્રવેશ કરશે. રાજકોટની હિરાણી જર્નાલિઝમ કોલેજમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યા બાદ તેઓ ૧૫ વર્ષથી વધુ અખબાર જગત સાથે સંકળાયેલા રહ્યા છે. ''જય''ના ઉપનામથી લખાયેલ તેમના કાવ્યો લઘુકથા તેમજ વાર્તાઓ અખબારો તેમજ સામયિકોમા સ્થાન પામી ચુકી છે . બ્રહ્મ સમાજ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓ એક સારા એનાઉન્સર તરીકે પણ સફળ રહ્યા છે. વડિયા દેવળીનો જાજરમાન ઇતિહાસ રજૂ કરતૉ વૈભવી વડિયા નામના પુસ્તકમા પણ તેઓએ માહિતી અને પોતાના લેખોનું યોગદાન આપ્યું છે. તેઓની વાર્તા અને મુલાકાતો આકાશવાણી રાજકોટ પરથી પ્રસારિત થઇ ચૂક્યા છે. હાલ તેઓ રાજકોટ ખાતે વકીલાતના વ્યવસાયની સાથે પી.જી.વી.સી.એલ.,તેમજ રાજકોટ નાગરિક બેન્કના પેનલ એડવોકેટ તરીકેની કામગીરી સંભાળે છે.મિત્ર વર્તુળ તેમને s.p ના હુલામણા નામથી પણ ઓળખે છે.તેઓને મો. ૯૬૬૨૦૪૭૧૭૧ શુભેચ્છાઓ મળી રહી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
