News of Tuesday, 23rd December 2025
ખંભાળિયાના ઓર્થોપેડિક સર્જન નિસર્ગ રાણીંગાનો આજે જન્મદિવસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૩: ખંભાળિયાના જાણીતા ઓર્થોપેડીક ડોકટર નિસર્ગ રાણીંગાનો આજે જન્મદિવસ છે. તારીખ ૨૩ ડિસેમ્બર ૧૯૮૧ના રોજ જન્મેલા ડો. નિસર્ગ રાણીંગા હાલ અનેક કઠિન સર્જરી સફળતાપૂર્વક કરી, દર્દીઓના હૃદયમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. ખંભાળિયાના તબીબો ઉપરાંત આમ જનતા સાથે પણ ખૂબ જ સુમેળભર્યો અને સાલસ સ્વભાવ ધરાવતા ડોક્ટર નિસર્ગ રાણીંગાએ હાલ શહેરના પ્રથમ હરોળના ઓર્થો સર્જન તરીકે સ્થાન મેળવ્યું છે.
તેમની અનેક સફળ સર્જરીથી મોટા શહેરોના મોટી રકમના ખર્ચાઓથી અનેક દર્દીઓને ફાયદો થતા આ સારવારથી તેમને લોકોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. સાથે સાથે તેમણે સેવાભાવી તબીબ તરીકે લોકોના હૃદયમાં અજોડ સ્થાન મેળવ્યું છે.
આજે ૪૪ માં જન્મદિન નિમિત્તે ડો. રાણીંગાને તેમના મોબાઈલ નંબર ૯૮૭૯૫ ૬૦૩૦૧ ઉપર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
