News of Wednesday, 24th December 2025
આર.એસ.એસ. અગ્રણી પુર્વ જીલ્લા સરકારી વકીલ ગીરીષભાઇ ભટ્ટનો જન્મદિવસ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જન્મદિવસની શુભકામના પાઠવી

રાજકોટ, તા., ૨૪ : આર.આર.એસ. અગ્રણી સીનીયર ધારાશાષાી અને પૂર્વ જિલ્લા સરકારી વકીલ શ્રી ગીરીશભાઈ ભટ્ટનો ૭૫મો જન્મદિવસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જન્મદિવસ નિમિત્તે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
સૌરાષ્ટ્રમાં સંઘ વિચાર પ્રચારમાં ઘરની એકાદ બે વ્યક્તિ નહીં પણ સમગ્ર કુટુંબ સંઘકાર્યમાં સમર્પિત હોય એવા કુટુંબ પૈકીના ભટ્ટ પરિવાર સ્વ. શ્રી યશવંતભાઈ ભટ્ટ, (વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંયુક્ત મંત્રી) સ્વ. કાંતિભાઈ ભટ્ટ (વનવાસી કલ્યાણ પરિષદ) તેમજ સૌરાષ્ટ્ર, રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પાયો નાખ્યો તે પૈકીના સ્વયંસેવકોમાં ભટ્ટ પરિવારમાં પૂજ્ય કાંતિબાપુજી ૧૯૪૧-૪૨થી સંઘની શરૂઆતથી જ સક્રિય થયા હતા.
સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક શ્રી રાજાભાઈ નેને અને લક્ષમણરાવ ઇનામદાર (વકીલ) ઘર ઘર સુધીનો સંપર્ક થતા ભટ્ટ પરિવાર ઉપર પ્રભાવ રહ્યો હતો. પૂજ્ય કાંતિબાપુજી આજીવન સંઘમય રહ્યા હતા. ભટ્ટ પરિવાર પ્રેરણાસ્ત્રોત રહ્યા હતા. તેમને ત્રણ પુત્રો હતા શ્રી મધુભાઈ(ઇતિહાસ સંકલન સમિતિ)શ્રી અનિલભાઈ અને ગિરીશભાઈ ભટ્ટ .જેમાં શ્રી ગીરીશભાઈ કાંતિલાલ ભટ્ટ તેમનો જન્મ તિથિ પ્રમાણે તા.૧૧-૧-૧૯૫૧ના રોજ થયો હતો. આખો પૂર્ણ પરિવાર સંઘમય હોય શિશુ કાળથી જ સંઘમાં સક્રિય થયા હતા.
તેઓએ બી.એ .એલએલ.બી .સુધીનો અભ્યાસ કરેલ હતો. તેઓ તળતીય વર્ષ શિક્ષિત છે, તેઓ રાજકોટ પૂર્વ જિલ્લા સરકારી વકીલ (DGP) તરીકે પણ રહ્યા હતા. ૧૯૭૩ થી ૧૯૮૦ તેઓ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સંઘ પ્રચારક રહ્યા હતા. અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં કચ્છ જિલ્લા પ્રચારક અને ખેડા જિલ્લા પ્રચારક તરીકે જવાબદારી નિભાવી હતી.
૧૯૮૦ થી ૧૯૮૮ રાજકોટ જિલ્લા કાર્યવાહ તરીકે રહ્યા હતા, સંઘના સેવા કાર્યો ૧૯૭૯ મોરબીની પુર હોનારત, વાવાઝોડું હોય ૧૯૮૩ શાપુર ં વંથલી ની પુર હોનારત , કે પછી ૧૯૮૨ અમરેલીની હોય તેમાં તેઓ સક્રિય રહ્યા હતા. હાલ રાજકોટમાં પરિવાર ક્ષેત્રમાં સક્રિય રહ્યા છે.
તેઓ આશરે ૧૦ વર્ષ સુધી રાજકોટ લેબર બાર પ્રેક્ટિશનર એસોસિએશનના પ્રમુખ રહેલ. તેઓ એ જે તે સમયે ૧૯૯૬માં સૌરાષ્ટ્ર લો કોન્ફરન્સ કરેલ અને તેમાં તે વખતના મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મેહતા હાજર રહેલ હતા.
હાલમાં તેઓ સૌરાષ્ટ કચ્છ લેબર ફેડરેશનનાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે. તેઓ સૌરાષ્ટ્ર-કચ્છના સિનિયર ધારાશાષાી તરીકે ખ્યાતિ ધરાવે છે. સૌરાષ્ટ્રની ઘણી નગર પાલિકામાં વકીલ તરીકે સેવા આપે છે. તેઓના ૭૫માં જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકો, વકીલમિત્રો (મો. નં. ૯૮રપ૦ ૭૮પ૩૦ ) ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
