News of Wednesday, 24th December 2025
સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશ પરમારનો આજે જન્મદિવસ

રાજકોટઃ પ્રદેશ ભાજપ મીડિયા કમીટીના સદસ્ય (ગાંધીનગર) અને જામનગર શહેર જિલ્લો તેમજ દેવભુમી દ્વારકાના મીડિયા પ્રભારી (જુના જનસંઘી એવા પ્રેસવાળા સ્વ. બચુભાઇ પરમારના પુત્ર) સુરેશભાઇ પરમારનો આજે જન્મ દિવસ છે. જેઓ નાગરિક સહકારી બેંકના ઓફિસર તરીકે સેવા નિવૃતિ બાદ સામાજીક સેવા કાર્યો કરી રહયા છે. ભાવનગરના સાંસદ અને હાલના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના (ભાવનગર લોકસભા) પૂર્વ ચુંટણી મીડિયા પ્રભારી તરીકેની સુપેરે કામગીરી કરેલ છે. નરેન્દ્રભાઇ મોદી રાજકોટમાંથી પ્રથમ વખત ધારાસભાની ચુંટણી લડેલ તે સમયે પણ તેમણે મીડિયા કમીટીના મેમ્બર તરીકે રાજકોટમાં કામગીરી કરેલ છે. તેઓ ઓલ ઇન્ડીયા એન.જી.ઓ. સંઘના રાષ્ટ્રીય મહામંત્રી, નવકાર ક્રેડીટ સોસાયટીના ચેરમેન, સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ, ગુજરાત સ્ટેટ સ્મોલ ન્યુઝ પેપર એડીટર કાઉન્સીલના પ્રમુખ, રાજધાની સંદેશ ન્યુ દિલ્હીથી પ્રસિધ્ધ થતું હિન્દી દૈનિક ન્યુઝ પેપરના (ગુજરાતી આવૃતિ) બ્યુરો ચિફ તરીકેની કામગીરી સંભાળે છે. નવરંગ સોશ્યલ કલબના પ્રેસીડેન્ટ, વિશ્વ પત્રકાર મહાસંઘ (ન્યુ દિલ્હી) ના ગુજરાત પ્રાંત અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળે છે. જેઓના જન્મદિને સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટે. કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વમંત્રી ગોવિંદભાઇ પટેલ, જીતુભાઇ મહેતા, કાળુમામા, રમાબેન હેરભા, તખુભારાઠોડ, જીતુભાઇ ભટ્ટ (રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટસ્ટ્રી) અર્જુનભાઇ ખાટરીયા-રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઇ રાઠોડ, જયદેવસિંહ જાડેજા ભટ્ટજીએ (૯૮૨૪૩ ૧૩૮૧૪) શુભેચ્છાઓ પાઠવી છે. (૩પ-૧૭)
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
