તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 27th December 2025
પેરોલ ફરલો સ્ક્વોડના કુલદીપસિંહ ડી. જાડેજાનો આજે ૪૧મો જન્મદિવસ
વાંકાનેરના કોટડાનાયાણીના મુળ વતની

રાજકોટ તા. ૨૭: વાંકાનેરના કોટડાનાયાણીના વતની રાજકોટ શહેર પેરોલ ફરલો સ્ક્વોડમાં ફરજ બજાવતાં કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજા (મો.૯૯૦૯૯ ૧૬૭૦૯)નો ગઇકાલે ૨૬મસઅુે ૪૧મો જન્મદિવસ ઉજવાયો છે. વર્ષ ૨૦૦૭માં પોલીસમાં ભરતી થયા બાદ સોૈ પહેલા કુલદીપસિંહે પોરબંદરથી ફરજની શરૂઆત કરી હતી. જ્યાં એસઓજી, સર્વેલન્સમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. ત્યારબાદ ૨૦૧૪માં રાજકોટ નિમણુંક થતાં ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન અને દાહોદમાં પણ ડી-સ્ટાફ, સર્વેલન્સ સ્ક્વોડમાં નોંધપાત્ર કામગીરી કરી ગંભીર ગુનાઓ ડિટેક્ટ કરવામાં મહત્વની ભુમિકા ભજવી ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મેળવી છે. હાલમાં પેરોલ ફરલો સ્ક્વોડમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે. તેમને અધિકારીઓ, સાથી મિત્રો, બહોળા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓ મળી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
