તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
ધ્રોલ નગરપાલિકા વોર્ડ ૬નાકોર્પોરેટર હિતેશ ભોજાણીનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૩૧: રાજનીતિમાં શૂન્યમાંથી સર્જન કરનાર અને જનતાના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા ધ્રોલ નગરપાલિકાના લોકપ્રિય કોર્પોરેટર હિતેશભાઈ ભોજાણીનો આજે જન્મદિવસ છે. એક સામાન્ય કાર્યકર તરીકે કારકિર્દીની શરૂઆત કરીને આજે ધ્રોલના અગ્રણી જનપ્રતિનિધિ તરીકે ઉભરી આવેલા હિતેશભાઈની સફર અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં એક સામાન્ય પોલિંગ એજન્ટ તરીકે પાયાની જવાબદારી નિભાવી રાજનીતિના પાઠ શીખનાર હિતેશભાઈએ પોતાની નિષ્ઠાને જોરે ૨૦૧૨માં શહેર ભાજપ મહામંત્રી અને ત્યારબાદ જિલ્લા યુવા મોરચામાં મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા. રાજકીય ઉતાર-ચઢાવ વચ્ચે પણ જનસેવા અવિરત ચાલુ રાખતા વર્ષ ૨૦૨૪માં તેમણે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું અને પક્ષના લેબલ વગર માત્ર પોતાના કામ અને જનતાના ભરોસે ભવ્ય વિજય મેળવીને કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ વિજય ધ્રોલના રાજકારણમાં ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો.
પોતાના જન્મદિવસને ભપકાદાર રીતે ઉજવવાને બદલે હિતેશભાઈએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ આવતીકાલે ગરીબ પરિવારના બાળકો સાથે નાસ્તાનું વિતરણ કરીને અને તેમની સાથે સમય વિતાવીને સાદગીપૂર્ણ રીતે જન્મદિવસની ઉજવણી કરશે. હિતેશભાઈ પર આજે તેમના જન્મદિવસ નિમિત્તે મોં -૯૯૦૯૨ ૦૦૦૨૧ ધ્રોલના વિવિધ સામાજિક-રાજકીય આગેવાનો અને સમર્થકો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
