<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

વિજ્ઞાપન જગત ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર મહારથી મહેશ નથવાણીનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : સૌરાષ્‍ટ્ર વિજ્ઞાપન જગતમાં સમળગી ક્રાંતિ લાવનાર મહેશ નથવાણીનો આજે ૭રમો જન્‍મદિવસ છે. ૧૯૮૦ અખબારી જગતમાં વિજ્ઞાપન ક્ષેત્રે પરિવર્તનનો દોર શરૂ થયો હતો. એ સમયે સપ્‍પી પબ્‍લીસીટીની સ્‍થાપના કરી મહેશ નથવાણીએ વિજ્ઞાપન ક્ષેત્રે ક્રાંતિના વખાણ કર્યા હતા. સુંદર લેઆઉટ તથા નવા આઇડીયા, પ્રોફેશનલ ડિઝાઇનો દ્વારા તાજગીભર્યા આકર્ષક અને પરિણામલક્ષી બનાવ્‍યા હતા.

૧૯૮૦-૧૯૯૦ ના દાયકા દરમ્‍યાન વિકાસનું જે વાવાઝોડું ફૂકાયું તેમાં મહેશ નથવાણી અને સપ્‍પી પબ્‍લીસીટીનું મોટું પ્રદાન હતું અને પાયાના પથ્‍થર બની ગયા હતા. આ ક્ષેત્રે સફળતાના સર્વોચ્‍ચ શિખરો સર કર્યા બાદ છેલ્લા બે દાયકાથી તેઓ નિવૃતમયીનો આસ્‍વાદ મેળવી રહ્યા છે.

મહેશ નથવાણીના પિતાશ્રી હરજીવનભાઇ મંગળજીભાઇ નથવાણી અત્‍યંત ધાર્મિક પ્રકૃતિ ધરાવતા પૂજય બાપુશ્રી રણછોડદાસજી મહારાજના આજીવન સેવક હતા. મહેશભાઇએ પોતાના જન્‍મદિવસે તેમના પત્‍ની રેખાબેન ઉર્ફે રૂપાબેન એન જયેષ્‍ઠ પુત્ર જતીન રઘુરાજ અને પુત્રવધુ સ્‍વાતિ અને પૌત્ર ‘ઓમ' સાથોસાથ નાઇરોબી ખાતે પરણાવેલી લાડકી પુત્રી શૈલા ઉર્ફે ‘સોની' યોગાનુયોગ રાજકોટમાં જ હાજર હોવાથી દરેક પ્રસંગે આનંદનો આસ્‍વાદ અનુભવ્‍યો હતો અને ખૂબજ સારી એવી પ્રેરણારૂપી આકર્ષક ભેટ પણ આપી હતી. ત્‍યારબાદ સંપૂર્ણ પરિવાર પૂ. શ્રી રણછોડદાસજી બાપુ, કુવાડવા રોડ સ્‍થિત આશ્રમ તથા પોપટપરા સ્‍થિત ‘રામજી મંદિરે' જઇને આર્શીવાદ મેળવ્‍યા હતા. મહેશ નથવાણીના જન્‍મદિન અવસરે દેશ-વિદેશના મિત્રો, સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, અખબારી જગતના અગ્રણીઓ તથા મોભીઓ તથા નાઇરોબી ખાતે સ્‍થિત અને રાજકોટ ખાતે સ્‍થિત વેવાઇ વેલા, શુભેચ્‍છકો દ્વારા તેમના મો. નં. ૯૮ર૪ર૬૮૧૬૮ ઉપર શુભેચ્‍છાઓની વર્ષાનો ધોધ વરસી રહ્યો છે.

(10:47 AM IST)