<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ વોર્ડ નં.૧૦ પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયાનો આજે તા.૦૧ જાન્‍યુઆરી અશ્વિનભાઈ  નગરસેવક તરીકે કાર્યરત્ત હતાં ત્‍યારે અને અત્‍યારે પણ લોકોને કોઈને કોઈ રીતે મદદરૂપ થવા માટે હરહંમેશ તત્‍પર રહે છે. અશ્વિનભાઈ ભોરણીયા રાજકોટ મહાનગરપાલિકામાં સેનિટેશન ચેરમેન તરીકેના તેમના કાર્યકાળ દરમ્‍યાન ‘‘સ્‍વચ્‍છ ભારત મિશન'' માં રાજકોટ શહેર સ્‍વચ્‍છતાની બાબતમાં સમગ્ર દેશમાં સાતમાં ક્રમે રહ્યું હતું એ ગૌરવપૂર્ણ સિદ્ધિ બની રહી. હાલમાં રાજકોટ જિલ્‍લા મધ્‍યસ્‍થ જેલ મુલાકાતી બોર્ડના સભ્‍ય તરીકે કાર્યરત્ત અશ્વિનભાઈ ભોરણીયા સને ૨૦૦૦ થી ભાજપમાં સક્રિય છે. સંગઠનની વિવિધ જવાબદારી વહન કરી ચૂક્‍યા છે. આમ તેમના જન્‍મદિવસે રાજકીય, સામાજીક આગેવાનો, કાર્યકાળો, શુભેચ્‍છકો અને પરિવારજનો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(4:09 PM IST)