News of Friday, 2nd January 2026
એડવોકેટ શુભમ દાવડાનો જન્મદિવસ

રાજકોટ : યુવા એડવોકેટ શુભમ પરેશભાઇ દાવડાનો આજે જન્મદિવસ છે. દિવ્ય કેસરી સમાચાર પત્રના તંત્રી પરેશભાઇ દાવડાના પુત્ર શુભમ દાવડા વકિલાત ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે. તેઓ જેલના કેદીઓના ઉત્કર્ષ, ટ્રાયેબલ એરીયામાં જઇને લીગલ અવેરનેસ તથા શિક્ષણના કામો કરી રહ્યા છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એલ.એલ.એમ. અનુસ્નાતક વર્ગનો અભ્યાસ કરી રહ્યા છે. ભાજપમાં સંગઠન કામો કરી રહયા છે. તેઓની રેવન્યુ તથા સીવીલ ક્ષેત્રની વકીલાત સાથે સેવાકીય પ્રવૃતિઓ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી તથા રાજકોટ ડીસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરીટીમાં, રાજકોટ મધ્યસ્થ જેલમાં વિગેરેમાં બે વર્ષથી વધારે સમય પેરાલીગલ વોલન્ટીઅર્સ તરીકે કામગીરી કરેલ હતી. તેઓને જન્મદિને તેમના મો. નં. ૯૬૬ર૦૬રપ૦૯ પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
