<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

પ્રસિધ્‍ધ વકીલ, સુપ્રસિધ્‍ધ સ્‍કીલઃ નયન આર.પજવાણીનો જન્‍મદિન

મેંદરડાથી ગતિ, રાજકોટમાં અવિરત પ્રગતિ

રાજકોટઃ જૂનાગઢ પંથકના મેંદરડામાં રોપેલા પ્રગતિના બીજને રાજકોટમાં સફળતાનું ઘટાટોપ વૃક્ષ બનાવનાર નામાંકિત એડવોકેટ- નોટરી શ્રી નયન રમણિકભાઇ પજવાણી આજે પ જાન્‍યુઆરીએ પ્રભાવી અને સેવાભાવી જીવનના ૪૯માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. (જન્‍મ ૧૯૭૮). રેવન્‍યુ ક્ષેત્રે તેમણે વિશેષ ખેડાણ કર્યુ છે.

શ્રી નયન પજવાણી જુનાગઢના જાણીતા વેપારી શ્રી ગિરીશભાઇ રૂપારેલ પરિવારના જમાઇ છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેંકના પેનલ એડવોકેટ છે. વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિમાં બે વખત ઉપાધ્‍યક્ષ તરીકે રહી ચુકયા છે. તેઓ માને છે કે વરસાદ જેવા મારા શુભેચ્‍છકો અને માટી જેવો હું, વરસતા રહે તેઓ અને મહેકતો રહું હું...મો.૯૮૨૪૫ ૯૫૦૧૧ રાજકોટ.

(2:07 PM IST)