News of Monday, 5th January 2026
શ્રીમદ્વવિજય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબનો જન્મ દિવસ
આત્મ-પરિવર્તના આધારે સામાજિક-પરિવર્તનના ભગીરથ કાર્યનાં સરસ્વતીલબ્ધ-સાદ જૈનાચાર્ય : દુર્જનોની સક્રિય કરતા સર્જનોની નિષ્ક્રિયતા વધુ ખતરનાક રહી છેઃ પૂજ્ય રત્નસુંદર વિજયજી મ.સા.

રાજકોટ, તા. પઃ આત્મ-પરિવર્તનના આધારે સામાજિક-પરિવર્તનના ભગીરથ કાર્યના પથિક સરસ્વતીલબ્ધ-સાદ જૈનાચાર્ય શ્રીમદ્વવિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબનો જન્મ પ મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગુજરાતમાં પાલિતાણાની સમીપે દેપલા ગામમાં થયો. તેમના પિતાનું નામ દલીચંદભાઈ તથા માતાનું નામ ચંપાબેન હતું. ૧૯૬૭માં આચાર્યશ્રીએ આચાર્ય શ્રીમદ્વવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે દીક્ષા લઈ સંયમ જીવન અંગીકાર કર્યું.
સાધુ બન્યા પછી કરેલી તપસ્યા, સ્વાધ્યાય અને સાધનાના પરિણામે ૧૯૯૬માં આપશ્રીને આચાર્યની પદવી પ્રાપ્ત થઈ. પ્રવચનો અને બુકના માધ્યમથી પથ પ્રદર્શનઃ: આચાર્ય ભગવંત દીક્ષા લીધા બાદ સતતપણે -વચનો, લેખક માધ્યમથી જબરજસ્ત સામાજીક પરિવર્તન કરવામાં સફળતા મળેલ છે અને વ્યાખ્યાનોના માધ્યમથી માનવને ઉત્કળષ્ટ, નૈતિક અને -સન્નતાપૂર્વક જીવન જીવવાનું માર્ગદર્શન -દાન કરી રહ્યા છે. આ -વચનોથી સામાન્ય લોકોના જીવનને એક નવો -કાશ તેમજ એક નવી પદ્ધતિ -ાપ્ત થઈ છે જે તેમને પોતાના સાંસારિક કર્તવ્ય પણ ઉપર સફળતાપૂવર્ક ચાલવાની સાથોસાથ આત્માની ઉન્નતિ દિશામાં પણ આગળ લઈ જાય છે. આચાર્યશ્રીના અત્યાર સુધીમાં અનેક -વચનો અને પુસ્તકો દ્વારા જબરજસ્ત સામાજીક પરિવર્તન લાવેલ છે.
આજ રોજ ૫૦૦ નું પુસ્તક ‘પ્રેમનુ વિશ્વ, વિશ્વનું પ્રેમ' ભવ્ય વિમોચન મુંબઈ ખાતે શ્રી વડા-ધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી નું હસ્તે વિમોચન થવાનું છે આ મહોત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક શ્રી પ.પુ.મોહનજી ભાગવત તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેવાના છે, પુસ્તકો દ્વારા સમાજમાં જબરું પરિવર્તન વિશ્વના -થમ સંત હશે. જે ધારામાં વ્યક્તિગત આત્મ પરિવર્તન શરૂ થઈ સર્વાંગી સામાજીક પરિવર્તન સુધી વિસ્તરી રહી છે. સમાજના સામાન્ય વર્ગની મૂળભુત સમસ્યાઓના સમાધાનને રજુ કરતા અનેક પુસ્તકો જેમાં સામાજીક એકતા, રચનાત્મકતા અને સર્જનશીલતાને સુનિヘતિ કરેલ છે.
પારિવારિક વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા તેમજ સમાજ વ્યવસ્થાના સશિકતકરણ કરવાના તથા સજજનો સંગઠિત કરી સક્રિય કરવાના આચાર્યશ્રીના અદભુત પ્રયત્નોઃ ભારતીય સમાજના ત્રણ આધાર સ્તંભો છે -પારિવારિક વ્યવસ્થા, કળષિ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા. આ ત્રણેય વ્યવસ્થાઓ આજે અનેક પ્રકારની સમસ્યાઓથી ગ્રસિત છે. આવી સમસ્યાઓના સમાધાન લાવવા માટે આચાર્યશ્રી છેલ્લા અનેક વર્ષોથી સતત પ્રયત્નશીલ છે.
આ માટે તેમણે દિલ્લીમાં ચાર વર્ષ સ્થિરતા કરીને દેશના નીતિ-નિર્માતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી છે તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું છે. શિક્ષણ વ્યવસ્થાને સંસ્કારથી જોડવા માટે તેમણે આપેલા માર્ગદર્શનને સંસદે પણ સ્વીકળતિ આપી છે. આની સાથોસાથ કળષિ વ્યવસ્થા અંગે પણ આચાર્યશ્રી દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને આ સંબંધે આચાર્યશ્રી દ્વારા સંસદના રાજયસભામાં એક પિટીશન પણ પ્રસ્તુત કરવામાં આવી છે જેને ઉપરાષ્ટ્રપતિ દ્વારા મંજુરી અપાઈ ગઈ છે. વર્તમાનમાં આ સબંધમાં આચાર્યશ્રી દ્વારા નિમ્નલિખિત ક્ષેત્રોમાં પ્રયત્નો થઈ રહ્યા છે.(૬.૧૬)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
