<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

યુવા પત્રકાર-તંત્રી રાજુભાઈ બગડાઈનો આજે જન્‍મ દિવસ : ૪૦માં વર્ષમાં પ્રવેશ

 

રાજકોટ : સામના મિરર દૈનિકના માલિક, તંત્રી અને રઘુવંશી યુવા આગેવાન રાજુભાઈ બગડાઈનો આજે જન્‍મ દિવસ છે.તેઓ ૪૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી પત્રકારત્‍વ સાથે જોડાયેલા રાજુભાઈએ ચાંદની ન્‍યૂઝ ચેનલથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. સંખ્‍યાબંધ નેશનલ ચેનલો તથા ન્‍યૂઝ પેપરોમાં કેમેરામેન, ફોટોગ્રાફર તથા રિપોર્ટર તરીકે ફરજ દરમિયાન અનેક મહાનુભાવોના ઇન્‍ટરવ્‍યુ કરીને રાજુભાઇએ આગવી નામના મેળવી છે. છેલ્લા બે વર્ષથી સવારના દૈનિક અખબાર સામના મિરરનું સફળ સંચાલન કરી રહેલા રાજુભાઈ પત્રકારત્‍વની સાથે સમાજ સેવામાં પણ કાર્યરત છે. રઘુવંશી સમાજની સેવાકીય પ્રવળતિઓમાં પણ જોડાયેલા છે. પોતાના સરળ અને નિખાલસ સ્‍વભાવના કારણે ખુબજ બહોળો ચાહક અને મિત્રવર્તુળ ધરાવતા રાજુભાઈને તેમના જન્‍મદિવસ નિમિત્તે પત્રકારત્‍વ, રાજકીય, સામાજિક સહિતના ક્ષેત્રોના મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ, વડીલો, મિત્ર વર્તુળ દ્વારા મો.નં.૯૮૯૮૩ ૧૭૮૨૬  ૫૨ શુભકામના વરસાવી રહ્યા છે.

(3:49 PM IST)