News of Wednesday, 7th January 2026
શહેર ભાજપ અગ્રણી અને વેપારી આગેવાન દિનેશ કારીયાનો આજે જન્મદિવસઃ શુભેચ્છા વર્ષા

રાજકોટઃ શિશુકાળથી રાષ્ટ્રવાદના રંગે રંગાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આત્મસાત કરનાર શ્રી દિનેશ કારીયા (મો. ૯૬૨૪૦ ૩૫૯૩૫)૧૯૯૦ થી પાર્ટીમાં એક અદના કાર્યકર્તા તરીકે સેવા પ્રદાન કરી રહ્યા છે. આજે તેમનો જન્મદિવસ છે, રાજકીય ક્ષેત્રની સાથોસાથે અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાઈ અને સેવાકીય પ્રવૃતિને જેમણે આદત બનાવી છે, તદઉપરાંત વેપારમાં પણ સારી નામના પ્રાપ્ત કરનાર એક બીઝનેશમેન તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેઓ રાજકોટ શહેર ભાજપના કોષાધ્યક્ષ, મંત્રી, ઉપપ્રમુખ તેમજ પ્રભારી, ગુજરાત રાજ્ય અન્ન આયોગના ડિરેકટર તેમજ વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડીવીઝનમાં ડીઆરયુસીસી મેમ્બર તરીકે અને ટી બોર્ડ ઓફ ઈન્ડીયાના મેમ્બર તરીકે નિષ્ઠાપુર્વક સુપેરે નિભાવેલ છે. આ ઉપરાંત ગુજરાત ટી ટ્રેડર્સ એશોશીએશનના પ્રમુખપદે સતત ત્રીજી વખત બીરાજમાન થઈ ચા-બજારનું ગૌરવ વધારેલ છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટી ટ્રેડર્સ એશોશીએશનના પૂર્વ એકઝીકયુટીવ મેમ્બર તરીકે સેવા આપેલ છે. તેઓ ૩૭ વર્ષ થી ચા ના વેપાર સાથે જોડાયેલા છે. આજે બ્લેક ગોલ્ડ ટી શ્રી વલ્લભ ટી પ્રાઈવેટ લી. ના નામનો ચા નો બીઝનેશ પ્રારંભ કરી અને ટુંકાગાળામાં મોટી નામના મેળવી છે. હાલમાં આ બીઝનેશ તેમના બન્ને પુત્રો સંભાળી રહ્યા છે. આજે તેઓ ૫૮ વર્ષ પુર્ણ કરેલ છે. ત્યારે રાજ્યના સાંસદો પુરૂષોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, સહિતના અગ્રણીઓ તરફથી દિનેશ કારીયાને જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવેલ છે
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
