તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
કુમકુમ ગ્રુપના સ્થાપક પ્રમુખ મનોજ પટેલનો જન્મ દિવસ

રાજકોટ, તા.૮: ‘માનવ સેવા એ જ માધવ સેવા' સૂત્રને જીભથી અને જીવથી વરેલા સૌરાષ્ટ્રના જાહેર જીવનના સેવાભાવી અગ્રણી કુમકુમ ગ્રુપના સ્થાપક પ્રમુખ મનોજભાઈ પટેલનો આજે ૮ જાન્યુઆરીના જન્મ દિવસ છે. તેઓ પ્રખર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જાગળત સ્વયં સેવક સ્વ. વળજલાલભાઈ પટેલ તેમજ તેમના પ્રેરણાષાોત માતુશ્રી શારદાબેનના આશિર્વાદથી દર્દી નારાયણ, દરીદ્ર નારાયણ, વળક્ષ નારાયણ, અબોલ જીવો, માનવતા અને સમગ્ર કુદરતની સેવામાં પોતાના વિશાળ મિત્ર મંડળ તેમજ સેંકડો સંસ્થાઓના સથવારે તન-મન-ધનથી ઉપયોગી થાય છે અને થતાં રહે છે. મનોજભાઈએ અંદાજે બે લાખ ઉપર વળક્ષારોપણ, ૪૫ મહારક્તદાન કેમ્પ, હજારો તુલસીના રોપા + પાણીના કુંડા + ચકલા ઘરનું વિનામૂલ્યે વિતરણ રે છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રકળતિ પ્રેમી, જીવદયા પ્રેમી મનોજભાઈએ R.S.S.ના ‘મેં નહીં તું' ના સેવા સંસ્કારોને ગળથુંથીમાં ઉતાર્યા છે.
મનોજભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે મુંગા પશુ પક્ષીઓને જમાડીને જન્મ દિનની ઉજવણી કરીને ખરા અર્થમાં ‘માધવ સેવા' સૂત્રને ચરિતાર્થ કરેલ છે. રાજકીય, સામાજીક સંસ્થાના અગ્રણીઓ, ડોકટર્સ, ઉદ્યોગપતિઓ, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો તેમજ તેમના બહોળા ચાહકવર્ગો દ્વારા મનોજભાઈ પટેલને તેમના મો.નં. ૯૮૨૫૦ ૧૧૮૮૩ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
