<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

જુનાગઢના પત્રકાર હનીફ ખોખરનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૯: ટેલિવિઝન મીડિયાનું નામ આવે એટલે હનીફ ખોખર ની નોંધ લીધા વિના ચાલે જ નહીં. આજે તેઓનો જન્‍મદિન છે. ગુજરાતના પત્રકારોમાં મોટી નામના મેળવનાર ટેલિવિઝન જર્નાલિસ્‍ટ અને વાઇલ્‍ડલાઇફ ફિલ્‍મકાર જૂનાગઢના હનીફ ખોખર નો આજે જન્‍મ દિવસ છે, હનીફ ખોખર એક એવા જમીન ઉપરના પત્રકાર છે જેમણે પત્રકારિતાની સાથે પર્યાવરણ જતાં અને વન્‍ય પ્રાણી સંરક્ષણ ઉપર મીડિયા દ્વારા નોંધનીય અને અદભુત સેવાઓ પ્રદાન કરી રહ્યા છે, એટલું જ નહિ સામાજિક ક્ષેત્રે પણ ઉમદા સેવાકીય દાયિત્‍વ નિભાવી રહ્યા છે,

૯ જાન્‍યુઆરી ૧૯૬૮ ના રોજ અમરેલી જિલ્લાના બગસરામાં હનીફ ખોખર નો જન્‍મ થયો હતો, તેઓને પહેલેથી જ પત્રકાર બનવાનો શોખ હતો, એટલે તેઓ બાળપણથી સમાચાર ની દુનિયાને જાણવાનો પ્રયત્‍ન કરતા હતા અને સમાચાર જગત સાથે એક શ્રોતા જોડાયેલા રહેતા હતા તે વખતે રેડીઓનો જમાનો હતો એટલે તેઓ વિશ્વના અનેક દેશોની હિન્‍દી રેડિયો સર્વિસ સાંભળવાનો શોખ હતો. અને તેઓનું સપનું ૨૦૦૦માં સાકાર થયું હતું. ભારત દેશની સૌથી પહેલી ખાનગી ટેલિવિઝન સમાચાર સંસ્‍થા ઝી ન્‍યૂઝ જોડાવાનો મોકો મળ્‍યો અને તે ઓ ટેલિવિઝન જર્નાલિસ્‍ટ બની ગયા હતા. હનીફ ખોખર મૂળ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને જાદુગર કે લાલની ભૂમિ બગસરા ગામના વાતની છે, પછી તેઓ અમરેલીમાં અને ત્‍યાર પછી જૂનાગઢમાં સ્‍થાઈ થયા છે

હનીફ ખોખર સામાજિક ક્ષેત્રે પણ વિશિષ્ટ યોગદાન આપી રહ્યા છે, ગુજરાત તેમજ વિશ્વભરમાં વસતા પ્રખર રાષ્‍ટ્રવાદી સિપાહી સમાજ ની સો વર્ષ જૂની સંસ્‍થા અખિલ ગુજરાત સિપાહી સમાજ ના ટ્રસ્‍ટી તરીકે સેવાઓ આપી ને આર્થિક સામાજિક અને શૈક્ષણિક પ્રગતિ માટે નોંધનીય સમાજ સેવા ઓ કરી રહ્યા છે. અને સમગ્ર ગુજરાતના સિપાહી અગ્રણીઓ, દાતાઓ ના સહયોગ થી સિપાહી સમાજના તેજસ્‍વી તારલાઓ, દેશ માટે સેવા કરનાર કે શહીદી વહોરનારા આર્મી જવાનો, વિવિધ ક્ષેત્રે એવોર્ડ મેળવનાર, સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર, કાલા ક્ષેત્રે ગૌરવ અપાવનાર અને પત્રકારિતા ક્ષેત્રે સેવાઓ કરનાર વડીલો, મહિલાઓ અને યુવાનોને પ્રતિષ્ઠિત સિપાહી ગૌરવ એવોર્ડથી સન્‍માનિત કરવાના રાજ્‍ય સ્‍તરના પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છે.     

હનીફ ખોખરના પત્‍ની સાજીદાબેન ખોખર યોગ અને પ્રાણાયામના શિક્ષક છે, ૨૦૦૭થી જૂનાગઢમાં બાબા રામદેવ સાથે જોડાઈને પતંજલિ યોગ સમિતિ અને ભારત સ્‍વાભિમાનના કાર્યકર છે, અને જૂનાગઢમાં પતંજલિ ચિકિત્‍સાલય અને પતંજલિ મોલ ધરાવે છે અને અને લોકોને નિઃશુલ્‍ક યોગ શિખવે છે, પુત્ર હસરત ખોખર, આર્કીટેક છે અને આકાર આર્કીટેક ના નામથી ફાર્મ ચલાવે છે. પુત્રવધુ ડો. સાહિસ્‍તા ખોખર, ડેન્‍ટિસ્‍ટ છે. જ્‍યારે પુત્રી કુ. તમન્ના ખોખર ઈન્‍ટીરિયર ડિઝાઈનર છે. જે વૂડએજ ઇન્‍ટિરિયર ના નામથી અમદાવાદમાં વાસ્‍તુ કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. આજે હનીફ ખોખરનો જન્‍મ દિવસ છે ત્‍યારે તેમના મિત્રો અને શુભેચ્‍છકો દ્વારા મોબાઈલ નં. ૯૪૨૬૪ ૫૭૨૬૪ અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(12:01 PM IST)