<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ બોરીચાનો આજે જન્મદિવસ : 66માં વર્ષમાં પ્રવેશ

શ્રીરાજુભાઈ બોરીચા નો જન્મ આકોલવાડી ગીર મુકામે ૧૨ જાન્યુઆરી ૧૯૬૧ માં થયો હતો મોટાભાઈ સ્વ.રતીભાઈ બોરીચા ૧૯૮૬ મા પેટા ચુંટણી રાજકોટ મા મા કોર્પોરેટર બન્યા પછી એમના જીવન માં થી પ્રેરણા લઈને છેવાડા ના વિસ્તાર મા વિકાસ કાર્યો મા જોડાયા અને ૧૯૯૬ માં મવડી નગરપંચાયત મા ચુંટાઈ અને વિપક્ષ ના નેતા તરીકે જવાબદારી સંભાળી હતી મવડી નગરપંચાયત વિસ્તારમાં જકાત પ્રશ્ને વેપારી ઓનો સાથ લઈને આંદોલન ચલાવ્યું અને મવડી નગરપંચાયત ના કોંગ્રેસ ના ૭ સભ્યો નો સાથ લઈ ને મવડી નગરપંચાયત માં ભાજપ નું શાસન લાવી ને રાજકોટ મહાનગર માં મવડી વિસ્તાર ને ને ભેળવવા માં સફળતા મળી ૨૦૦૦ ની સાલ થી શરૂ કરીને ૨૦૧૫ સુધી કોર્પોરેટર તરીકે ચુંટાઈ અને મવડી વિસ્તાર નો સર્વાંગી વિકાસ કર્યો અને રાજકોટ મહાનગરપાલિકા મા લાઈટીંગ,વોટર વર્કસ અને બાંધકામ જેવી સમીતી ઓના ચેરમેન તરીકે સફળતા પુર્વક કામગીરી કરી હતી રાજકોટ મહાનગરપાલિકા મા શાસક પક્ષ નેતા તરીકે અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તરીકે વર્ષો સુધી રહ્યા હતા 
ભાજપ ના સંગઠન માં પણ સદસ્યતા અભિયાન યાન થી લઈ ને વિવિધ કામગીરી રાજકોટ શહેર કક્ષાએ સંભાળી હતી 
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા ના ઈન્ચાર્જ તરીકે ૨૦૧૬ થી ૨૦૨૨ સુધી સફળતા પુર્વક કામગીરી કરી હતી 
મો.૯૬૨૪૦૩૯૩૯૫

(1:25 PM IST)