તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Monday, 12th January 2026
ગુજરાત વકફ બોર્ડના ડીરેકટર આસીફ સલોતનો જન્મદિવસ

રાજકોટ : ગુજરાત વકફ બોર્ડના ડીરેકટર આસીફભાઇ સલોતનો જન્મ દિવસ છે. ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમના પૂર્વ ડીરેકટર છે. તેઓ જીવનના ૪૩ વર્ષ પુરા કરી ૪૪ માં પ્રવેશ કરી રહ્યા છે. આસીફભાઇ સલોત, માતા ખૈરૂનબેન સલોત તથા પિતા કાદરભાઇ સલોતના આશીર્વાદ અને તેમના જીવનમાં થયેલા સંસ્કારોના સિંચનથી તેઓ વર્ષોથી એટલે કે બાળપણથી જ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. આસીફભાઇના પિતા કાદરભાઇ સલોત ભાજપના ભૂતકાળમાં અનેક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક બજાવીને લઘુમતી સમાજને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડવામાં સિંહ ફાળો છે. અને પોતાના આદર્શ તરીકે રાજયના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીને માન્યા છે. શહેર ભાજપ કારોબારીમાં વિશેષ આમંત્રીત સદસ્યની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પણ આગવું પ્રદાન આપી રહ્યા છે. જેમાં રાજકોટ શહેર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે તાજીયા કમિટીના પ્રમુખ તરીકે તેમજ રાજકોટ શહેર જામા મસ્જીદના ઉપપ્રમુખ તરીકે રાજકોટ શહેર યમીન કમીટીના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી લઘુમતી સમાજના ઉત્થાન માટે કાર્યરત છે. તેમના જન્મ દિવસે તેમના મો. નં. ૯૮રપ૦૭૮૬૦૯ ઉપર શુભેચ્છા મળી રહી છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
