<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

શિસ્‍ત, સેવા, સહકારમાં શિરમોર અશોક ડી. ડાંગરનો જન્‍મદિન

પાપા કહતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા...

રાજકોટ :. સેવા, સંઘર્ષ અને સંકલ્‍પના પર્યાય જનમાનસમાં વિશ્વાસ અને તોહનો પ્રતીક સહકાર, સમાજસેવા અને રાજકીય ક્ષેત્રમાં અવિરત કાર્યરત શ્રી અશોકભાઈ ડી. ડાંગર નો આજે  ૧ર જાન્‍યુઆરીએ જન્‍મદિવસ છે.

પિતાશ્રી શ્રી દિનેશભાઈ ડાંગર જેવા અનુભવી અને સેવાભાવી નેતાની સંસ્‍કારસભર છત્રછાયામાં ઉછરી, અશોકભાઈએ લોકસેવાને પોતાનું જીવનલક્ષ્ય બનાવ્‍યું છે. રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી, તેમણે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સમાજ, સહકાર અને રાજકીય ક્ષેત્રમાં કાર્ય કરી જનહિતને પ્રથમ સ્‍થાન આપ્‍યું છે.  રાજકોટ શહેર ભાજપ સહકાર સેલના સંયોજક તરીકે તેમનું ઉલ્લેખીનય યોગદાન છે.

વ્‍યવસાય ક્ષેત્રે શ્રી ચામુંડા કોર્પોરેશન અને શ્રી ચામુંડા ડેવલોપર્સના ચેરમેન તરીકે તેમજ શ્રી ચામુંડા ક્રેડિટ કો-ઓપ. સોસાયટીના ડાયરેક્‍ટર તરીકે તેઓ કાર્યરત  છે શ્રી જનકલ્‍યાણ સમાજ સેવા ટ્રસ્‍ટના પ્રમુખ અને શ્રી ચામુંડા માતાજી ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે તેમણે સમાજના નબળા, વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ માટે સતત કાર્ય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

બ્‍લડ ડોનેશન કેમ્‍પ, ગરીબ વિસ્‍તારોમાં અનાજ વિતરણ, મેડિકલ કેમ્‍પ, વળક્ષારોપણ, બેટી બચાવો-બેટી પઢાવો, તેમજ બહેનોને આત્‍મનિર્ભર બનાવવા માટે સિલાઈ કલાસ જેવી પ્રવળત્તિઓ દ્વારા તેઓ સમાજમાં સકારાત્‍મક પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્‍નશીલ રહ્યા છે. તેમના માટે સમાજસેવા કોઈ પ્રસંગ પૂરતી પ્રવળત્તિ નથી, પરંતુ રોજિંદી ફરજ છે.

વોર્ડ નંબર ૮ માં બૂથ પ્રમુખ તરીકે આશરે ૬૭્રુ જેટલું મતદાન કરાવી સંગઠન ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. બૂથ સ્‍તરથી શહેર સ્‍તર સુધી પાર્ટીનું કામ કેવી રીતે વધુ મજબૂત બનેラએ માટે હંમેશા વિચારશીલ અને ક્રિયાશીલ રહેવું એ તેમનો સ્‍વભાવ છે. પાર્ટી દ્વારા સોંપવામાં આવેલી કોઈ પણ જવાબદારીને તેઓ  નિષ્ઠા, શિસ્‍ત અને કાર્યક્ષમતા સાથે પાર પાડે છે.

લોકોની વચ્‍ચે રહી તેમની સમસ્‍યાઓનું ત્‍વરિત નિરાકરણ લાવવું, સરકારી કે અર્ધસરકારી કામોમાં માર્ગદર્શન આપવું અને જનતા સાથે સતત સંવાદ રાખવોラઆ ગુણો તેમને સાચા અર્થમાં લોકનેતા બનાવે છે. તેમના સૌમ્‍ય વર્તન અને મળદુ ભાષા દ્વારા તેમણે વિશાળ મિત્રવર્તુળ અને જનસમર્થન પ્રાપ્ત કર્યું છે.  મો. ૮૮૬૬૧ ૯૯૯૯૯ રાજકોટ

(1:02 PM IST)