News of Monday, 12th January 2026
રાજકોટના અગ્રહરોળના પ્રખર વરિષ્ઠ ધારાશાસ્ત્રી તુલસીદાસ ગોંડલીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ અગ્રહરોળના પ્રખર વરિષ્ઠ ધારાશાસ્ત્રી તુલસીદાસ ભાવદાસજી ગોંડલીયાનો આજે જન્મદિવસ છે. તેઓએ સાદગી અને સજ્જનતાથી વકીલાતનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. વકીલાતનો ઉમદા વ્યવસાય હોવા છતા દરેક પરિસ્થિતિમાં ઘર, પરિવાર, કુટુંબ અને અસીલો મિત્રો, સ્નેહીજનોની વિશ્વસનીયતા અને આત્મિયતા કેળવી નિયમ બધ્ધ સેવા કર્મ કરી પ્રલોભન વગર નિષ્ઠા અને વફાદારી પુર્વક સાદાય અને સાધુપણાથી જીવંત જીવનને સાકાર કરવા અને સામાજીક સંસ્થા, ટ્રસ્ટમાં તથા રાજકોટ બાર એસોશીએશનમાં વરિષ્ઠ હોદા શોભાવ્યા છે. તેઓએ બાર એસો.માં પાંચ વખત તરીકે સેવા આપી છે. એ સહિત ૨૨ વખત જુદા જુદા હોદ્દા પર રહ્યા છે. તેઓ રાષ્ટ્રીય સંઘના સ્વયં સેવક છે. ઉપરાંત રાજકોટ નાગરિક બેંકના બ્રાન્ચ કન્વીનર અને વિજય કોમર્શિયલ બેંકના ડિરેક્ટર છે. આજે તેઓના જન્મદિવસ નિમિત્તે સિનિયર જુનિયર વકીલો અને સ્નેહીજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
