News of Tuesday, 13th January 2026
પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ બોરીચાનો જન્મદિન : ૬૫માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : રાજુભાઈ બોરીચાનો જન્મ આકોલવાડી ગીર મુકામે ૧૨ જાન્યુઆરી ૧૯૬૧માં થયો હતો મોટાભાઈ સ્વ.રતીભાઈ બોરીચા ૧૯૮૬મા પેટા ચુંટણી રાજકોટમાં કોર્પોરેટર બન્યા પછી એમના જીવનમાંથી પ્રેરણા લઈને છેવાડાના વિસ્તારમાં વિકાસ કાર્યોમાં જોડાયા અને ૧૯૯૬માં મવડી નગરપંચાયતમાં ચુંટાઈ અને વિપક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળી હતી. મવડી નગરપંચાયત વિસ્તારમાં જકાત પ્રશ્ને વેપારી ઓનો સાથ લઈને આંદોલન ચલાવ્યું અને મવડી નગરપંચાયતના કોંગ્રેસના ૭ સભ્યોનો સાથ લઈને મવડી નગરપંચાયતમાં ભાજપનું શાસન લાવીને રાજકોટ મહાનગરમાં મવડી વિસ્તારને ભેળવવામાં સફળતા મળી ૨૦૦૦થી. ૨૦૧૫ સુધી કોર્પોરેટર તરીકે ચુંટાઈ અને મવડી વિસ્તારનો સર્વાંગી વિકાસ કર્યો અને રાજકોટ મહાનગરપાલિકામાં લાઈટીંગ,વોટર વર્કસ અને બાંધકામ જેવી સમીતીઓના ચેરમેન તરીકે કામગીરી કરી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં શાસક પક્ષ નેતા તરીકે અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તરીકે વર્ષો સુધી રહ્યા હતા. ભાજપના સંગઠનમાં પણ સદસ્યતા અભિયાનથી લઈને વિવિધ કામગીરી રાજકોટ શહેર કક્ષાએ સંભાળી હતી. રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે ૨૦૧૬થી ૨૦૨૨ સુધી કામગીરી કરી હતી. મો.૯૬૨૪૦૩૯૩૯૫.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
