News of Tuesday, 13th January 2026
કાલે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીનો જન્મદિન

રાજકોટઃ જામનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય શ્રી દિવ્યેશ આર.અકબરીનો જન્મ તા.૧૪ જાન્યુઆરી ૧૯૭૮ના દિવસે થયેલ આવતીકાલે મકરસંક્રાંતિના દિવસે ૪૯ માં વર્ષમાં પ્રવેશ કરશે. શ્રી દિવ્યે શ અકબરી જામનગર મ્યુ. કોર્પોરેશનમાં ત્રીજી વખત કોર્પોરેટર તરીકે ચુટાયેલા છે. ભુતકાળમાં વોર્ડ ભાજપ પ્રમુખ, યુવા મોરચાના મંત્રી, પાર્ટીના શહેર મંત્રી વગેરે સ્થાનો પર કામગીરી કરી ચુકયા છે. આવતીકાલે કુપોષિત બાળકોને પોષણ સામગ્રી વિતરણ, પ્લાસ્ટીક મુક્ત અભિયાનને વેગ આપવા થેલી વિતરણ ઉપરાંત બહેનોના સ્વાસ્થ્યને લગતા કાર્યક્રમો દ્વારા જન્મદિનની સેવામય ઉજવણી કરનાર છે. મો. ૯૮૨૪૪ ૮૨૭ર૩ જામનગર.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
