News of Tuesday, 13th January 2026
સી.એમ.ઓફીસના ખાસ ફરજ પરના અધિકારી ડી.કે.પારેખનો જન્મદિન

રાજકોટ : મુખ્યમંત્રી કાર્યાલયના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી.કે. પારેખનો જન્મ ૧૯૬૪ના વર્ષની ૧૩ જાન્યુઆરીએ થયેલ આજે ૬૩માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ મુળ કચ્છના વતની અને ૨૦૦૯ની બેંચના આઈ.એ.એસ કેડરના અધિકારી (નિવળત) છે.
શ્રી ડી.કે. પારેખ ભૂતકાળમાં જામનગરમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, પૌરબંદરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વેરાવળ-સોમનાથમાં પ્રાંત અધિકારી, જુનાગઢ મહાનગરપાલિકામાં ચીફ ઓફીસર, ગુજરાત રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કુલપતિ, રાજયમાં રોજગાર અને તાલીમ નિયામક, સુરત અને પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, વડોદરામાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં મેનેજીંગ ડીરેકટર ભાવનગરમાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે.
ફોન નં.૦૭૯ ૨૩૨૫૦૦૮૯ મો.૯૯૭૮૪ ૦૪૫૫૨ ગાંધીનગર.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
