તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
વેરાવળ-પાટણ પાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ જયદેવભાઇ જાનીનો જન્મદિન

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧પ :.. વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ-સોમપુરા બ્રાહ્મણ સમાજ અગ્રણી ભાજપના સક્રિય સેવક અને સદાય-સેવાભાવી એવા જયદેવ જાનીનો આજે જન્મ દિવસ છે. તા. ૧પ-૧-૧૯૬૪ ના રોજ સોમનાથ પ્રભાસ-પાટણ સોમનાથ-સોમપુરા બ્રાહ્મણ સમાજમાં જન્મેલા તેઓએ ચાંદોદ કરનાલી પવિત્ર ભૂમિ ઉપર કર્મકાંડ, શિક્ષણ મેળવી તીર્થ આદરપાત્ર ગોરબાપા બન્યા છે. સેવાના અઢળક કાર્યો અને ભાજપ માટે સદાય સક્રિય સેવક એવા તેઓને જન્મદિને ઠેરઠેરથી અભિનંદન શુભેચ્છાઓ વરસાદ થઇ રહ્યો છે. (મો. નં. ૯૪ર૬૯ ર૪૯ર૮)
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
