<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

રાજકોટમાં લોકપ્રિયતાના શિખરો સર કરનારા એસ.જગદીશનનો જન્‍મદિન

મ્‍યુ. કમિશનર અને કલેકટર તરીકે યાદગાર કામગીરી

રાજકોટ : નિવૃત સનદી અધિકારી શ્રી એસ. જગદીશનનો જન્‍મ તા. ૧૫ જાન્‍યુઆરી ૧૯૫૩ના દિવસે થયેલ. આજે ૭૪ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભુતકાળમાં રાજકોટ અને સુરતના મ્‍યુનિસીપલ કમિશનર, ઇંગ્‍લેન્‍ડ ખાતેના ભારતના મુખ્‍ય વહીવટી અધિકારી, ઉર્જા અને પેટ્રો કેમીકલ્‍સ વિભાગના અગ્રસચિવ, નર્મદા નિગમમાં એમ.ડી. વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ૧૯૯૨ થી ૯૪ તેઓ રાજકોટના કલેકટર પદે હતાં. તેમણે રાજકોટના કાર્યકાળ વખતે લોકપ્રિયતાના શિખરો સર કર્યા છે.

૧૯૮૭ના અરસામાં રાજકોટના કમિશનર પદેથી તેમની બદલી થઈ તે વખતે બદલીના વિરોધમાં રાજકોટમાં તોફાન ફાટી નિકળ્‍યા હતાં. ૨૦૧૩ માં અગ્રસચિવ પદેથી નિવળત થયા બાદ હાલ અમદાવાદમાં નિવળત જીવન ગાળી રહ્યા છે. મો. ૯૯૭૮૪૦૫૦૦૭અમદાવાદ. 

(11:49 AM IST)