<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

જામનગર ભાજપા અને પટેલ સમાજના અગ્રણી પૂર્વ કોર્પોરેટર ચંદુભાઈ કાછડીયાનો આજે જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૬ : લાલપુર તાલુકા ના મોટી વેરાવળ ગામેં તા.૧૬-૦૧-૧૯૬૪ માં જન્મેલ ચંદુભાઈ કાછડીયા ખેડૂત પુત્ર છે. તેઓ ૨૦૦૬ થી ૨૦૧૦ સુધી વોર્ડ નંબર ૧૩ (હાલ વોર્ડ નંબર ૧૬)માં ભાજપા ના કોર્પોરેટર તરીકે સેવા આપેલ તે દરમ્યાન તેઓ એક વર્ષ માટે ઓક્ટ્રોય ચેરમેન તરીકે કામગીરી બજાવેલ  અને તેમાં વિક્રમ જનક આવક કોર્પોરેશન માં કરાવેલ તેઓ છેલ્લા ૨૫ વર્ષ થયા ભાજપા સાથે જોડાયેલા છે અને તેઓ ૧૯૯૭ થી ૨૦૦૨ સુધી(સતત ૨ ટર્મ)વોર્ડ નંબર ૧૬ ના ભાજપના વોર્ડ પ્રમુખ તરીકે સેવા આપેલી છે. 

      તેઓએ જામનગર શહેર માં ગોસર્વધન સેલ ના કન્વીનર ની સાથે શહેર કારોબારી સભ્ય તરીકે ફરજ બજાવેલ અને પટેલ સમાજની હૃદય તુલ્ય સંસ્થા કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ માં તેઓ એ ૧૦ વર્ષ કારોબારી સભ્ય તરીકે સેવા આપેલી છે. હાલ તેઓ સતત ૨૦ વર્ષ થી ન્યુ સાધના કોલોની એસોસિયેશન ના પ્રમુખ અને ૩૬૦ એમ.આઈ.જી ના નવદુર્ગા ગરબી મંડળ બાળાઓ ની સંસ્થા ના પ્રમુખ તરીકે સેવા આપે છે. તેમજ વોર્ડ નંબર ૦૭ ના પ્રભારી તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેઓ  હાલ પણ વોર્ડ નંબર* *૧૬ માં અનેક સેવાકીય કામો કરી રહ્યા છે. આજરોજ તેઓના જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. તેઓનો મોબાઈલ નંબર ૯૦૬૭૫૮૯૯૯૯ ઉપર  શૂભેચ્છાનો ધોધ એક  વર્ષી રહ્યો છે.

(1:18 PM IST)