તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th January 2026
કેન્દ્રના માહિતી પ્રસારણના સંયુકત સચિવ કે. કે. નિરાલાનો જન્મદિન
સુરેન્દ્રનગર, પાટણ, ખેડા, અમદાવાદના પૂર્વ કલેકટર

રાજકોટ : ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાતના સનદી અધિકારી શ્રી કે. કે. નિરાલાનો જન્મ તા. ૧૭ જાન્યુઆરી ૧૯૭૪ ના દિવસે થયેલ. આજે પ૩માં વર્ષમાં પ્રવેશ કર્યા છે.
તેઓ મુળ બિહારના નાણા જિલ્લાના વતની અને ર૦૦પની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં આણંદ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર, પાટણ, ખેડા અને અમદાવાદ કલેકટર, રાજયમાં ટેકનીકલ શિક્ષણ નિયામક, પાણી પુરવઠા બોર્ડમાં સભ્ય સચિવ, ગૃહ વિભાગમાં અધિક સચિવ મહિલા બાળ કલ્યાણ વિભાગમાં સચિવ, રાજયના નાણા વિભાગમાં સચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦૧૧ ર૩૩૮૦૪રર, મો. ૯૯૭૮૪ ૦૮પ૧૧ નવી દિલ્હી
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
