<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

નિવૃત પણ વિવિધ ક્ષેત્રે પ્રવૃત વસંતભાઇ ગઢવીનો જન્‍મદિન

રાજકોટ, સુરત, અમદાવાદના એક સમયના કલેકટર

રાજકોટઃ ગુજરાતના આઇ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી વસંતભાઈ ગઢવીનો જન્‍મ તા. ૨૦ જાન્‍યુઆરીના ૧૯૫૩ના દિવસે થયેલ. આજે ૭૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.કોમ.ની પદવી ધરાવે છે. તેઓ હાલ અદાણી ગ્રુપની સેવાકીય પ્રવળતિ કરતી સંસ્‍થા અદાણી ફાઉન્‍ડેશનમાં વહીવટી નિયામક તરીકે સેવા આપે છે લેખન અને વ્‍યાખ્‍યાન ક્ષેત્રે પણ સક્રિય છે.

શ્રી વી. એમ. ગઢવી અગાઉ કચ્‍છમાં જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ, સુરત અને અમદાવાદ જિલ્લા કલેકટર, રાજયના માહિતી નિયામક મનોરંજન કર કમિશનર સહકાર સચિવ, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટીમાં અધિક મુખ્‍ય વહીવટી અધિકારી, નાણા નિગમના મેનેજીંગ ડીરેકટર, ખનીજ વિકાસ નિગમ મેનેજીંગ ડીરેકટર, પાણી પુરવઠા વિભાગના સચિવ પાણી પુરવઠા બોર્ડના ચેરમેન મહેસુલ વિભાગમાં અગ્રસચિવ, મુખ્‍ય માહિતી અધિકાર કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે. મો. ૯૦૯૯૯ ૯૧૦૬૩ અમદાવાદ.

(11:25 AM IST)