<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

યુથ ફોર ડેમોક્રસી અને વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઇ લાબડીયાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૨૦ : બરડાઇ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના પૂર્વ ટ્રસ્‍ટી અને સામાજીક આગેવાન સિનિયર એડવોકેટ હિંમતભાઇ લાબડીયાનો આજે ૭૩મો જન્‍મ દિવસ છે. દેશમાં સૌપ્રથમ વખત યુવા સંસદનો પ્રારંભ કરનાર રાજકોટની જાણીતી સંસ્‍થા યુથ ફોર ડેમોક્રેસી તેમજ રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ અને સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદ રાજકોટ શાખાના તેઓ પ્રમુખ છે. ગ્રાહકોના અધિકાર માટે કાર્યરત સંસ્‍થા રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, લોક સંસદ વિચાર મંચ, નાગરિક સમિતિ વગેરે સંસ્‍થાઓ સાથે સક્રીય રીતે સંકળાયેલા એડવોકેટ હિંમતભાઇ લાબડીયા (મો.૯૯૭૮૮ ૧૮૫૯૨)ને આજે જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(2:56 PM IST)