તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st January 2026
સદાય શુભત્વથી શોભતા સેવાવ્રતી ઉદ્યોગપતિ કિરીટ આદ્રોજાનો જન્મદિન

રાજકોટઃ દેશ- વિદેશમાં એન્જેલ પંપના નામથી જાણીતા ઉદ્યોગગળહના સંચાલક અગ્રણી ઉદ્યોગપતિ કિરીટભાઇ આદ્રોજા નો આજે ૨૧ જાન્યુઆરીએ જન્મદિવસ છે.
મારૂ એ બધું મારૂ નહીં થોડું સમાજને અર્પણ.એવું માનનારા અને કુદરતે જેમને છૂટે હાથે આપ્યું છે એવા મનના માલેતુજાર માનવી દાતા શહેર ની અનેક સંસ્થાઓ દીકરાનું ઘર, સરગમ ક્લબ, ઉમિયાધામ સિદસર, યુવી ક્લબ, વિવેકાનંદ યુથ ક્લબ, મેટોડા જીઆઇડીસી સાથે કિરીટભાઈ આદ્રોજા તન મન અને ધનથી જોડાયેલા છે. તેમના ઉધોગ ગળહને તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.
કિરીટભાઇના નેતળત્વ હેઠળ દીકરાનું ઘર દ્વારા પ્રતિવર્ષ માતાપિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓના જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ યોજવામાં આવે છે અત્યાર સુધીમાં ૧૮૯ દીકરીઓના લગ્ન કરવામાં કિરીટભાઇ નીમીત બન્યા છે ત્યારે તેમના જન્મદિને તેમના વિશાળ મિત્ર વર્તુળ દ્વારા તેમને શુભેચ્છા વર્ષા થઈ રહી છે. મો. નં.૯૯૭૮૬ ૦૯૪૦૧. રાજકોટ.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
