News of Wednesday, 21st January 2026
સહકાર ગૃપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ ખાટડી)નો જન્મદિવસ

રાજકોટ : સહકાર ગૃપના માધ્યમથી સેવાપ્રવૃત્તિ કરતા મૂળ સુરેન્દ્રનગરના ખાટડીના વતની અને હાલ રાજકોટ રહેતા સહકાર ગૃપના પ્રમુખ અને ભારત સરકારના ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાતના સલાહકાર સમિતિના સભ્ય ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા (પિન્ટુભાઇ ખાટડી)નો આજે જન્મદિવસ છે. તેઓએ કોરોના લોકડાઉન સમયે જરૂરતમંદ પરિવારોને ઘરે ઘરે ભોજન પહોંચતુ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું હતું. માં અંબાના પરમ ભક્ત પિન્ટુભાઇ ખાટડીએ નિરાધાર દિકરીના લગ્ન, રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પના આયોજનો થકી લોકસેવાના કાર્યો કર્યા છે. પિન્ટુભાઇ ખાટડીને જન્મદિવસે તેમના મો. ૯૭૧૪૩૧૧૧૧૧ ઉપરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
