News of Thursday, 22nd January 2026
એન્જલ પંપવાળા પાટીદાર ઉદ્યોગપતિ કિરીટભાઇ આદરોજાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા. રર : એન્જલ પંપના નામથી જાણીતા ઉદ્યોગગૃહના સંચાલક, અગ્રણી ઉદ્યોગપતિ કિરીટભાઇ આદરોજાનો આજે જન્મદિવસ છે. મારું એ બધુ મારું નહિં થોડું સમાજને અર્પણ... એવું માનનારા અને શહેરની દિકરાનું ઘર, સરગમ ક્લબ, ઉમિયા ધામ સિદસર, યુવી કલબ, વિવેકાનંદ યુથ કલબ, મેટોડા જીઆઇડીસી સહિતની અનેક સંસ્થાઓ સાથે તન, મન, ધનથી જોડાયેલા કિરીટભાઇ આદરોજાના ઉદ્યોગ ગૃહને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. કિરીટભાઇના નેતૃત્વ હેઠળ દિકરાનું ઘર દ્વારા પ્રતિવર્ષ માતાપિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ દિકરીઓના જાજરમાન લગ્નોત્સવ, વ્હાલુડીના વિવાહ યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૮૯ દિકરીઓના લગ્ન કરવામાં કિરીટભાઇ પણ નિમિત બન્યા છે. ત્યારે આજે જન્મદિવસે બહોળા મિત્ર વર્તુળ, અગ્રણીઓ, પરિવારજનો દ્વારા તેમના મો. ૯૯૭૮૬ ૦૯૪૦૧ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
