હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જસદણના સર્જન ડો. દીપક રામાણીનો જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૨: શહેર તેમજ પંથક ખ્યાતનામ સર્જન ડો. દીપક રામાણીનો આજે જન્મદિન છે તેનો જન્મ ૨૨ જાન્યુઆરી ૧૯૭૩ ના રોજ થયો હતો. ડો. દીપક રામાણી આજે તેમના યશસ્વી જીવનના ૫૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ડો. દીપક રામાણીએ ૧૯૯૮માં સર્જનની મહત્વની પદવી મેળવીને જસદણ સરકારી હોસ્પિટલમાં તબિબિ ક્ષેત્રે કારકિર્દી શરૃઆત કરતા અધિક્ષક તરીકેની બે વર્ષ દરમિયાનની વિવિધ પ્રકારની જવાબદારીઓ સફળતાપૂર્વક પાર પાડી દર્દીઓના હ્રદયમાં અદકેરૃ સ્થાન પ્રાપ્ત કરી વર્ષ ૨૦૦૦ માં આઈ.સી.યુ. સહિતની તમામ સુવિધાથી સુસજ્જ રામાણી જનરલ સર્જિકલ હોસ્પિટલના નામથી જસદણમાં ખાનગી હોસ્પિટલ શરૃ કરતા ૨૬ વર્ષના સમય દરમિયાન હજારો દર્દીઓની સફળતાપૂર્વક સર્જરી અને સારવાર કરી વિવિધ પિડાઓમાંથી મુકિત અપાવી સિદ્ધી પ્રાપ્ત કરી છે હોસ્પિટલમાં સામાન્ય રોગોથી લઈને એપેન્ડીક્ષ, સારણગાંઠ, વિવિધ પ્રકારની અન્ય ગાઠો, આંતરડા, હરસ, મસા, ભગંદર, વધરાવળ, ગર્ભાશય, સિઝેરીયન, તેમજ લેપ્રોસ્કોપી પધ્ધતિથી પથરી અને પ્રોસ્ટેટ સહિતની સર્જરીઓ કરવામાં આવી રહી છે. ડો. દીપક રામાણીએ ત્રણ વર્ષ પૂર્વે સેવાસેતુ અંતર્ગત જસદણ સરકારી હોસ્પિટલમાં માત્ર ચાર માસના ટૂંકાગાળમાં ૨૦૦ જેટલા નાના મોટા સફળ ઓપરેશનો કરી નવો કિર્તીમાન સ્થાપીત કર્યો હતો. જસદણ શહેર તેમજ પંથકમાં સેવાકીય કાર્યો કરતી નામી અનામી સંસ્થાઓને મદદરૃપ થવા માટે હંમેશા અગ્રેસર રહી સામાજીક અને સેવાકીય કાર્યોક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન આપ્યુ છે.ડો. દીપક રામાણીના (મો.નંબર ૯૭૨૫૪૯૨૫૫૫) ઉપર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
