News of Thursday, 29th January 2026
રાજયના નિવૃત અધિક મુખ્ય સચિવ રાજગોપાલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના નિવૃત અધિક મુખ્ય સચિવ (આઇ.એ.એસ. ૧૯૮૭) શ્રી રાજગોપાલનો જન્મતા.૨૯ જાન્યુઆરી ૧૯૫૯ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૮માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.
મૂળ ઉપરપ્રદેશના અલ્હાબાદના વતની શ્રી રાજગોપાલે ગુજરાતમાં વહીવટી ક્ષેત્રે ૩ દાયકાથી વધુ સમયથી સેવા આપી છે. તેઓ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી, અમરેલી જિલ્લા કલેકટર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, રાજયમાં મનોરંજન કર કમિશનર, સ્પેશ્યલ સેલ ટેક્ષ કમિશનર, વિકાસ કમિશનર, એસ.ટી. નિગમમાં અને ઉર્જા વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર, બંદર અને વાહન વ્યવહાર વિભાગમાં અધિક મુખ્ય સચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી છે. નિવૃતિ બાદ ગુજરાત મુલ્કી સેવા પંચના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી. હાલ નિવૃત છે. મો. ૯૯૭૮૪ ૦૬૦૫૨ ગાંધીનગર
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
