<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ગોંડલના યુવા એડવોકેટ રાહુલ વેકરીયાનો જન્‍મદિન

 

(અશોક જોશી દ્વારા) ગોંડલ તા.૩૦: ગોડલના યુવા એડવોકેટ અને અનેક સામાજીક પ્રવળતિઓ સાથે જોડાયેલા રાહુલ વી. વેકરીયાનો આજરોજ જન્‍મ દિવસ છે, તેઓએ યશસ્‍વી જીવનમાં ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, તેઓ વકીલાત ક્ષેત્રે રેવન્‍યુ પ્રેકટીસ કરી રહ્યા છે.

વકીલાત ક્ષેત્રે રાહુલ વેકરીયાએ પ્રગતિના શિખરો સર કરીને સારી એવી નામના મેળવેલ છે, તેમના મિલનસાર તથા હસમુખા સરળ સ્‍વભાવના કારણે બહોળો મિત્ર વર્ગ ધરાવી રહ્યા છે, ત્‍યારે રાહુલ વેકરીયાને તેમના જન્‍મ દિવસ નિમીતે વડીલો, વકીલમિત્રો, તથા સગા-સંબધીઓ દ્વારા તેમના મો. નં. ૮૫૧૧૧ ૩૧૪૨૧ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષા કરી રહ્યા છે

(1:28 PM IST)