હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુવા એડવોકેટ અજયસિંહ ચુડાસમાનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટઃ યુવા એડવોકે અજયસિંહ એલ.ચુડાસમાનો આવતીકાલે તા.૩૧ના જન્મદિવસ છે. તેઓએ રાજકોટમાં વર્ષ ૨૦૧૭થી રાજકોટના વિદ્ધાન ધારાશાસ્ત્રી પી.એચ.કોટેચાના માર્ગદર્શન હેઠળ એડવોકેટ તરીકે પ્રેકટીસ શરૂ કરેલ અને બાળપણથી જ ખુબ જ મહેનતુ અને જીજ્ઞાશુ સ્વભાવ ધરાવતા હોવાથી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ખુબ જ મહત્વના કેસોમાં સારી એવી કામગીરી કરેલ છે. તેઓ પોતાના સારા અને મળતવાડા સ્વભાવથી વકીલ વર્તુળમાં ખુબ જ લોકચાહના ધરાવે છે. તેઓએ પોતાના વિસ્તારમાં ખુબ જ સારી એવી વ્યુહ રચના કરી સમસ્ત વિસ્તારને સાથે લઈ દરેક હિન્દુ ધર્મના તહેવારોની ધામધુમથી ઉજવણી કરેલ છે. વોર્ડ નં.૧૫માં સૌથી યુવાવયે ૪૮મી વખત રક્તદાન કરેલ છે. ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી છે. તેમના જન્મ દિવસ નિમીતે સીનીયર વકીલો અને જુનીયર વકીલો દ્વારા તેમજ સગા-સંબંધી અને તેમના મિત્રો તથા હિતે ઇચ્છુઓ દ્વારા તેઓને તેમના મો.૯૯૭૯૦ ૧૨૮૧૮ પર શુભેચ્છાઓ વરસી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
