<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ગોંડલના ભાજપ અગ્રણી અશોકભાઈ પીપળીયાનો જન્‍મદિન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૫: ગોંડલ પાલિકાનાં પુર્વ પ્રમુખ, નાગરિક બેંકનાં પુર્વ ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીમાં જેમને મોવડી તરીકે જોવાઇ રહ્યા છે. તેવાં લાખેણા નેતા અશોકભાઈ પીપળીયાનો આજેજન્‍મદિવસ છે.

ભાજપનાં એક સામાન્‍ય કાર્યકર તરીકે રાજનીતિની શરુઆત કરનારાં અશોકભાઈ પીપળીયા છેક મોવડી પદ સુધી પંહોચ્‍યાં છે. નગરપાલિકાનાં પ્રમુખ તરીકે અદ્યતન ટાઉનહોલ, ભગવતસિહ ગાર્ડન સહિત અનેક વિકાસ કાર્યો તેમણે પ્રજાને ભેટ આપ્‍યા છે. તો નાગરિક બેંકનાં ચેરમેન તરીકે અનેક એવોર્ડ સાથે નાગરિક બેંકને શિરમોર બનાવવા તેઓ સફળ સુકાની રહ્યા છે. માત્ર રાજનિતી જ નહી સામાજિક કાર્યોમાં કાર્યરત રહી પ્રજાનો અઢળક પ્રેમ હાંસલ કર્યો છે. ઐતિહાસિક ભુરાબાવાનો ચોરો કે પછી મહાલક્ષ્મી મંદિરનો જીર્ણોધ્‍ધાર કરાવી દોઢસો વર્ષનાં ઇતિહાસને તેમણે જીવંત કરી બતાવ્‍યો છે.

અશોકભાઈની એક ઓળખ આયોજનનાં માસ્‍ટર તરીકેની છે. રાજકીય, ધાર્મિક કે કોઇ સામાજિક આયોજન હોય પણ અશોકભાઈનું માસ્‍ટર માઇન્‍ડ એ આયોજનને જળહળતી સફળતા આપાવે.

આ હકીકત તેમનાં ટીકાકારોને પણ સ્‍વિકારવી પડે. સદાય હસતો ચહેરો અને સહ કાર્યકરોને સદાય હસાવતાં રહેતા અશોકભાઈનાં સાલસ અને મિતભાસી સ્‍વભાવ અને વર્તનથી તેઓ પ્રજામાં અદકેરુ સ્‍થાન મેળવી લોકપ્રિય બન્‍યાં છે. રાજનિતીમાં તેમની ચાણકયગીરી એ ચુંટણીઓમાં  ભાજપનાં ભગવાને ગોંડલ પંથકમાં હમેંશા લહેરાતો રખાવ્‍યો છે. તેઓ મિત્રનાં પણ મિત્ર છે. એટલે જ ગોંડલનાં રાજકારણમાં અજાતશત્રુ છે. જાહેરજીવનનાં મહારથી સમા અશોકભાઈનાં જન્‍મદિવસ નિમીતે તેમનાં મો.૮૯૭૯૯૬૪૩૮૪ પર અઢળક શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:53 AM IST)