News of Thursday, 5th February 2026
ગાંધીનગરના પત્રકાર હિરેનભાઈ રાવલનો આજે જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., પઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરના જાણીતા અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનાર પત્રકાર હિરેનભાઈ રાવલનો આજે જન્મદિવસ છે. પત્રકારત્વના ક્ષેત્રમાં શુદ્ધ અને સચોટ માહિતી માટે જાણીતા હિરેનભાઈ આજે જીવનના એક નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે રાજ્યભરમાંથી તેમના ચાહકો અને તોહીજનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
ગાંધીનગરના પત્રકારત્વ જગતમાં હિરેનભાઈ રાવલ એક એવું નામ છે જેમના માટે પત્રકારત્વ એ માત્ર વ્યવસાય નહીં પણ એક જવાબદારી છે. ખાસ કરીને ગુજરાતના હજારો યુવાનોને સ્પર્શતા મુદ્દાઓ અને કારકિર્દીને લગતી સચોટ માહિતી આપવા બદલ તેઓ ખૂબ જ લોકપ્રિય છે. તેમની કામ કરવાની શૈલી અને નિર્ભયતાને કારણે તેઓ આજે ઈલેક્ટ્રોનિક મીડિયામાં એક અલગ કક્ષાનું માન ધરાવે છે.
હિરેનભાઈના જન્મદિવસ નિમિત્તે પત્રકાર મિત્રો અને અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છા પાઠવતા ચાહકો લખી રહ્યા છે કે, ચહેરો તમારો હંમેશા ખિલેલો રહે ગુલાબની જેમ, નામ તમારૂ રોશન થાય સૂરજની જેમ, અને દુઃખમાં પણ હસતા રહો ફૂલોની જેમ... તેવી જ રીતે સૌ કોઈ તેમના દીર્ઘાયુ અને તેજસ્વી કારકિર્દીની પ્રાર્થના કરી રહ્યા છે.
પત્રકારત્વમાં સતત સક્રિય રહીને જનતાના પ્રશ્નોને વાચા આપનારા હિરેનભાઈ રાવલ આગામી સમયમાં પણ આ જ રીતે લોકસેવા અને પત્રકારત્વનું સ્તર ઊંચું લાવતા રહે તેવી અપેક્ષા સાથે સમગ્ર પત્રકાર આલમ તેમને જન્મદિવસની વધાઈ આપી રહ્યું છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
