<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

સેવાના સારથિ, વહીવટી ક્ષેત્રે મહારથી કલેકટર મેહુલ દવેનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના વહીવટી તંત્રના ગગનમાં ગૌરવભેર ચમકતા સનદી અધિકારી શ્રી મેહુલ દવે આજે સવારથી જન્મદિનની શુભેચ્છાથી ભીંજાઇ રહયા છે. તેમનો જન્મ તા. ૭ ફેબ્રુઆરી ૧૯૬૬ ના દિવસે થયેલ. આજે ભાવ અને પ્રભાવથી ભરપુર જીવનના ૬૧ માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

મુળ અમરેલીના વતની અને રાજકોટ સાથે આત્મીય નાતો ધરાવતા શ્રી મેહુલ દવે હાલ ગાંધીનગર જિલ્લા કલેકટર તરીકે કાર્યરત છે. તેઓ અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમે અધિકારી, રાજકોટમાં પ્રાંત અધિકારી અને નિવાસી નાયબ કલેકટર, રાજયના તોલમાપ નિયામક, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં પ્રથમ કુલસચિવ, ખેડા અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર, મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ચશસ્વી કામગીરી કરી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૯૦૩૦, મો. ૯૯૭૮૪ ૦૬૨૦૯ ગાંધીનગર.

(4:06 PM IST)