<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

પ્રગટેશ્વર મહાદેવ ચેરી. ટ્રસ્‍ટના અધ્‍યક્ષ જયસુખભાઇ ભટ્ટનો કાલે જન્‍મદિન

શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ જયસુખભાઇ જે. ભટ્ટનો આવતી કાલે જન્‍મદિન છે. તેઓ જીવનના ૮૬ વર્ષ પુરા કરી ૮૭ વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓ બ્રહ્મસમાજ નથુ તુલસી ઔદિચ્‍ય સમાજના કાર્યકર, પૂર્વ ઉપપ્રમુખ તરીકે અને શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના સને ૧૯૭૯ માં પાયાના ટ્રસ્‍ટી અને હાલ અધ્‍યક્ષ તરીકે સેવા આપે છે. તેઓ ૬૮ વર્ષની ઉંમરે પણ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા નિરંતર શિક્ષણ કેન્‍દ્ર, સાયન્‍સ કોલેજ, રાજકોટમાં ‘‘વેદાંત અને આધ્‍યાત્‍મિક વારસો''ના તેમજ બીજો કોર્ષ ‘‘પુજા વિધિ અને કર્મકાંડ''ના અભ્‍યાસક્રમોમાં બન્ને વર્ગોમાં સિનિયર પાઠી તરીકે કુલપતિશ્રી જોશીપુરા તેમજ ઉપકુલપતિ કલ્‍પકભાઇ ત્રિવેદી દ્વારા પ્રમાણપત્ર મેળવી સન્‍માનિત થયેલા છે. હાલ તેઓ રાજકોટ તાલુકા પેન્‍શન સમાજના પૂર્વ કારોબારી સભ્‍ય તેમજ ખેતીવાડી ખાતાના પેન્‍શનર્સ એસો. રાજકોટના પૂર્વે કાર્યકારી મંડળમાં શરૂઆતમાં સેવા આપેલ છે. ફોન નં. (૦ર૮૧)રપ૮૧ર૮ર / મો. નં. ૬૩પપ૪પ૩૦૮૯ 

(4:16 PM IST)