<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

રાજકોટ, પોરબંદર, વલસાડના પૂર્વ કલેકટર મહેશ જોષીનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના વહીવટી ક્ષેત્રે નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી દાયકાઓ સુધી સેવા આપનાર આઈ. એ. એસ. કેડરના નિવૃત્ત અધિકારી શ્રી મહેશ જોષીનો જન્‍મ તા. ૧૦ ફેબ્રુઆરી ૧૯૫૩ ના દિવસે થયેલ. આજે ૭૪ માં વર્ષના માર્ગે કદમ માંડયા છે. તેઓ રાજકોટમાં જિલ્‍લા વિકાસ અધિકારી અને કલેકટર, પોરબંદર અને વલસાડમાં કલેકટર, રાજયપાલના સચિવ, રાજયમાં જમીન દફતર નિયામક, સેટલમેન્‍ટ કમિશનર, નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડીરેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. નિવૃત્તિ પછી રાજય ચૂંટણી પંચમાં સેવા આપી હતી. મો. ૯૯૭૮૪ ૦૫૩૨૪ ગાંધીનગર

(11:00 AM IST)