<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

એ.એચ.પી.સૌરાષ્‍ટ્ર પ્રાંત મંત્રી જયંતીભાઇ પટેલનો જન્‍મદિન

રાજકોટઃ મુળ લોધીકા તાલુકાના વતની અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર યુવા વયથી રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા સેવાભાવી માનવતાવાદી ધર્મપરાયણ ગીત-સંગીતમાં વિશેષ રૂચિ ધરાવતા જયંતીભાઈ પટેલનો આજે જન્‍મદિન છે. ઉપલા કાંઠા વિસ્‍તારમાં ભારત ઇલેકટ્રોનિકસના નામથી વ્‍યવસાય કરતા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી તરીકે કાર્યરત શ્રી જયંતીભાઈ પટેલને વર્ષગાંઠની અગણિત શુભકામનાઓ મળી રહી છે. તેમણે આજે ૧૦ ફેબ્રુઆરીએ ૬૬માં વર્ષમાં (જન્‍મ ૧૯૬૧) પ્રવેશ કર્યો છે. મો. ૯૮૨૪૨ ૯૨૩૦૩ રાજકોટ

(1:21 PM IST)