તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
ધ્રોલના લોકપ્રિય યુવા ઉદ્યોગસાહસિક અને ‘મહાદેવ ડેરી’ ના માલિક જેનીશભાઈ ઝાલાવડીયાનો આજે જન્મદિવસ શુભેચ્છાઓ..

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : ધ્રોલના જાણીતા યુવા ઉદ્યોગસાહસિક અને મહાદેવ ડેરીના પ્રોપરાઈટર જેનીશભાઈ ઝાલાવાડીનો જન્મદિવસ છે. સફળ વ્યવસાયની સાથે મિલનસાર સ્વભાવ ધરાવતા જેનીશભાઈ આજે પોતાના જીવનના નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
તેમના જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ ધ્રોલ પંથકના અગ્રણીઓ, વેપારી મિત્રો અને વિશાળ મિત્રવર્તુળ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ રૂબરૂ મળીને પુષ્પગુચ્છ અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ધ્રોલના વેપાર જગતમાં ટૂંકા ગાળામાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર જેનીશભાઈ પ્રગતિના નવા શિખરો સર કરે તેવી પ્રાર્થના સૌ સ્નેહીજનો કરી રહ્યા છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
