News of Monday, 16th February 2026
એડવોકેટ વિમલ ડાંગરના ૪૨માં વર્ષના દ્વારે ટકોરાઃ હેપી બર્થ ડે

રાજકોટ તા. ૧૬ : શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્ય અને વોર્ડ નં. ૧૩ ના સક્રીય સભ્ય એડવોકેટ વિમલ ડાંગરનો આજે જન્મ દિવસ છે. મુળ માળીયાના જસાપર નિવાસી અને રાજકોટને કર્મભુમિ બનાવનાર બિલ્ડર સુરેશભાઇ ડાંગરના સુપુત્ર વિમલભાઇએ યશસ્વી જીવનના ૪૨ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. ચામુંડા ચેરીટેબલ ટ્રસ્ટ નાના દહીંસરાના ટ્રસ્ટી તરીકે તેમજ રાજકોટ નાગરીક બેંકમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહેલ વિમલભાઇ રાજકોટ રેવન્યુ બાર મીડિયા ઇન્ચાર્જ છે. સીલ્વર યુવા ગ્રુપ અને આહીર લીગલ ફોરમમાં પ્રમુખ તરીકે સવા આપવા સાથે જનકલ્યાણ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. પુર્વ કોર્પોરેટર જે. ડી. ડાંગરના ભત્રીજા થાય છે. આજે જન્મદિને તેઓને મો.૯૫૧૦૭ ૭૭૦૦૭ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
